________________
૩૮૮
રના અંતરમાં એજ મનોરથ હતું કે દુનિયા આખીય આ મંદિરમાં આવે! તેવું ભવ્ય અને દિવ્ય જિનાલય બનાવવું.
જિનમંદિરની શોભા જેવાના નામે આવશેતોય ભાવિક જિનરાજનું દર્શન કરીને કલ્યાણ સાધી જશે...!
આવા શુભ ભાવથી તેમણે આ મંદિરમાં સેનું અને ચાંદી, સ્ફટિક અને નીલમ, વજી અને વૈડુય વિગેરે કિંમતી રત્નોને છૂટથી જડાવી દીધા હતા. જે જિન મંદિરમાં આ રત્નો ન લાગ્યાં હોત તો કેટલાય માનવો પોતાના જન્મા રામાં આવા કિંમતી રત્નના દર્શન કરી શક્યા ન હોત. જગત જેની ઉપાસના અને સેવા કરે તેવા કિંમતી રતને આ મંદિરની ફરસપર માનવીના પગ નીચે ઘસાતા હતા! જાણે લાગતું હતું કે જિનેશ્વરની સામે લક્ષમી પણ જિન ભક્તિમાં મગ્ન એવા જિન ભક્તોના પગ નીચે કચડાવામાં પિતાનું ભાગ્ય માનતી હતી !
લક્ષમી જાણે નમીને કહેતી હશે...
“હે પ્રભુ! આપ સાક્ષાત હતા ત્યારે હું સુવર્ણ કમળ રૂપે આપના પવિત્ર ચરણ કમળ નીચે ચગદાઈ હતી અને આપ આજે સાક્ષાત હાજર નથી ત્યારે આપના ભક્તોના ચરણે નીચે ચગદાઈ રહી છું! મારું પરમભાગ્ય છે !
મહારાજા શ્રી યુધિષ્ઠિરે આ મંદિર બનાવવામાં કઈ કમીના નથી રાખી ! મહાન અને અનન્ય મંદિર થવું જોઈએ તેવી તેમની ભાવના પ્રખર શિલ્પીઓએ આજે સિદ્ધ કરી હતી. મંદિર તૈયાર થયું ત્યારે તે દેવને પોતાના દેવવિમાન પણ પૃથ્વી પર ઉતારતા શરમ આવે તેવું ભવ્ય લાગવા