________________
૩૯૦ સુંદર ધમ કાર્ય પ્રસંગે સહુને નિમંત્રણ મોકલવા પાછળ યુધિષ્ઠિરને એવો પણ ઉમદા હેતુ છે કે પુરાણ વેર ઝેર ખલાસ થઈ જાય મહારાજા યુધિષ્ઠિર વિચારે છે કે આ પ્રસંગે દુર્યોધન સાથે છૂટથી વાતચીત થશે તો તેના હદયને ક્ષોભ-સંકેચ નીકળી જશે.
અનેક રાજાઓ ઘણા વખતથી હસ્તિનાપુરની શોભા જેવા ઝંખી રહ્યા હતા. આ આમંત્રણ મળતા તો સહુમાં ન ઉત્સાહ આવી ગયો ! ચારેય દિશામાંથી આ પરમ ઉપકારી સોળમા શાંતિનાથ પ્રભુના જિનાલયના પ્રતિષ્ઠા પ્રસંગે આવનારની દોડા-દોડ વધવા માંડી.
આ મહાન પુણ્ય પ્રસંગ જોવાનું ચૂકવું કેઈને પોસાય તેમ ન હતું. આ બધાય રાજવીઓ મહારાજા શ્રી યુધિષ્ઠિર માટે એક-એકથી ચડીયાતી ભેટ લઈ આવ્યા હતા. ' પેલા પૂર્વ દેશના રાજવીઓ તે ગજરાજના ભેંટણ લઈ આવ્યા હતા.
પેલા દક્ષિણ દેશના રાજવીઓ માત્ર નાના નાના જ ડાભડા લાવ્યા હતા. પણ તેમાંનાં રત્ન તો મોટો મહેલ અને મહેલાતો ખરીદી શકે તેટલાં કીંમતી હતાં.
પશ્ચિમ દેશના રાજવીએ તો ગાંસડાબંધ રેશમી કૌશેય વસ્ત્રો અને ઢગલાબંધ સેનાનાં ઘરેણાંઓ લઈને આવ્યા હતા.
ઉત્તર દેશના ચપળ રાજવીઓ તે પિતાની ચપળતાને સૂચવતા ચપળ અશ્વોના ટોળે-ટોળાં લઈને ઉપડી આવ્યા હતા...