________________
૨૮૯ માંડયું હતું. બસ હવે મહારાજા શ્રી યુધિષ્ઠિર રાહ જોતા હતા કેઈ સુયોગ્ય ગુરુભગવંતની !
પુણ્યશાળીને પદે પદે નિધાન હોય છે. આ ભવ્ય ચૈત્ય તૈયાર થયું ત્યાં જ અપૂર્વ જ્યોતિર્ધર પ્રતિષ્ઠાવિધિવિશારદ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરિજીની હસ્તિનાપુરમાં પધરામણી થઈ. આમેય સાધુની સેવામાં ભક્ત પાંડેને આજે આવા અવસરે આવા જ્ઞાની ગુરુભગવંતેની પધરામણીએ અપાર હર્ષ થયે ! નગરમાં ગુરુભગવંતોનું ભવ્ય સ્વાગત થયું.
ગુરૂ ભગવંતની નજર હેઠળ આખાય પ્રાસાદ ચકાસાવી મહારાજા શ્રી યુધિષ્ઠિરે પ્રતિષ્ઠા માટેનું પુણ્ય મુહૂર્ત માંગ્યું.
રક પ્રતિષ્ઠા – મહેન્સવ
શુભ મુહૂર્તની પ્રાપ્તિ થતાં મહાન જિનભક્તિ મહાસવ પ્રારંભાયો ! અનેકાનેક દેશમાં નિમંત્રણ ગયા. છતાંય મહારાજા યુધિષ્ઠિરે ખાસ ખાસ જગ્યાએ તે પોતાના અંગત માણસને જ મોકલ્યા.
શ્રી કૃષ્ણ મહારાજાને બોલાવવા નકુલને મેકલ્યા અને હજીય યુધિષ્ઠિરને ક્ષણે-ક્ષણે જે યાદ આવી રહ્યા હતા તે પિતાના બંધુ દુર્યોધન આદિ વડીલોને ઈદ્રપ્રસ્થ નગરીથી ખાસ બોલાવવા માટે સહદેવને મેકલ્ય. સહદેવને તેમણે ખાસ કહ્યું – સહદેવ જેજે, બંધુ દુર્યોધન, કાકા ધૃતરાષ્ટ્રને કે વિદુરને આ પ્રસંગે હાજર રહેવા મોકલી પિતે છટકી ન જાય. દુર્યોધનને તો તું આ પ્રસંગે અવશ્ય બોલાવીને જ આવજે.”