________________
મહારાજ ભીમનું નામ પડતાં જ ભેટ ગાદે લઈને સામે આવતા હતા. રાજવીઓ જાણે કઈ એક મહારાજવીનીસુગ્ય મહારાજવીની વરણીને વધવતા હોય તેવા હૈયે
સ્વાગત કરતા હતા. પોતાના કુળનું ગૌરવ...રાજાપાંડુની સરળતા....મેટાભાઈ ધર્મરાજાની ધર્મનિષ્ઠાની છેક પૂર્વના સીમાડાઓ સુધી સુવાસ ફેલાઈ હતી. મહારાજા ભીમ આ બધી સુવાસથી પ્રભાવિત હતા. સત્કીતિ તે એક એવું નાણું છે કે દુનિયાના કેઈપણ બજારમાં તે વટાવી શકાય છે. મહારાજા ભીમે કામરૂ દેશને આધીન કર્યો. અંગદેશ અંગદેશ અને મહાસામ્રાજ્ય જે કલિંગદેશ તથા ડામરદેશને પણ મહારાજા ભીમે પોતાની સત્તા હેઠળ આણ્યા. પિતે નમ્ર સેવક રૂપે મહારાજા યુધિષ્ઠિરને જયજયકાર કરાવ્યું. મહારાજા ભીમ છેક પૂર્વ સાગર સુધી પહોંચ્યા પવિત્રતમાં ગંગા નદીના સાગર મિલન સ્થળે એક યશશ્ચં. ભની રચના કરી. કુલિન મહારાજા ભીમે પિતાના કુલની ગૌરવ ગાથાને સાગરતટે સદાય માટે સુરીલી બનાવી....
આ તરફ મહારાજા અર્જુન પણ પિતાના અમેઘ બાણની માફક સડસડાટ આગળ વધ્યા.
લાટ દેશના રાજવીએ તેમને લળી પડયા....
કોંકણદેશના રાજવીઓએ પિતાની કણીઓ ભેગી કરી. શ્રી અર્જુનને પ્રણામ કર્યા...
મહારાષ્ટ્ર દેશના બહાદુર મરહઠ્ઠાઓએ પણ શ્રી અર્જુનના મનોરથને મહારાવ્યા.....