________________
૩૮૪
આવી. ડેશીને થયું ભલે બિચારે એક દહાડે ખાઈને જાયજરા આશરે મળ્યા એટલે વિઠ્ઠલની આદતે જેર કર્યું. ડોશીમાએ ચૂલા પર ખીચડી ચઢાવી હતી. પેલા વિઠ્ઠલને વગર વિચારી બલવાની ખાજ ઉપડી તેણે પૂછ્યું – “માજી ! ધારે કે ખીચડીની હાંડલી ફૂટી જાય તો શું થાય?” માજી કહે છે. “અલ્યા આવું ન બેલાય.” વિડુલ થોડીવાર શાંત રહો. પછી જીભ સળવળી. “પણ, માજી તમે અહીં એકલા રહો છે કે દીકરે છે?” માજી– “છે, બેટા મારે દીકરો દેશાવર છે. પણ છેલ્લા બે વર્ષથી આવ્યો નથી.” અને ભાન વગરને વિઠ્ઠલ બેલી ઊઠ– “માજી ! તપાસ કરવા જેવું ખરું? કદાચ તમારે દીકરે મરી પણ ગયે હોય.” ડોશીને આ મૂખ પર અપાર ગુસ્સો ચઢ. હાંડલીમાં ખીચડી હજી ચડી ન હતી. પેલા વિફૂલને કહે છે. મૂરખ, લે તારી જીભ જ એવી છે કે બધા તને કાઢી મૂકે ઊઠ અહીંથીય જા.... લે, આ ખીચડી. ખીચડી તો હજી કાચી હતી. અને વિઠ્ઠલે કપડામાં ખીચડી બાંધીને ચાલવા માંડ્યું. ખીચડીમાંથી પાણી ટપક ટપક થતું હતું. કેઈકે પૂછયું- “ભાઈ ! આ પાછળ શું ટપક્યા કરે છે?” વિસ્કૂલ પિતાની ફજેતી સમજી ગયો હતો. તેણે કહ્યું- “ભાઈ આ તે મારી જીભલડીને રસ ટપકે છે.”
પ્રસંગે જે યોગ્ય બલવાનું જાણતા નથી તે બેલવાના બદલે બાળી નાંખે છે.”
જીભ પર કાબૂ હેય તે રેગ અને શેક બેય દૂર રહે !!?)