________________
શ્રેણુ-૧૬
(પૃ. ૩૭૮ થી ચાલુ) આવા શુભ મનેરમાં મહારાજા યુધિષ્ઠિર મહાલતા હતા ત્યાં જ પેલી મંજુલ ભાષિણી દાસીએ સમાચાર આપ્યા.
મહારાજા યુધિષ્ઠિરને જય હે....! મહારાજા અજુનને ય હો.....! મહારાણી સુભદ્રાએ પુત્ર રત્નને જન્મ આપે છે!”
મહારાજા યુધિષ્ઠિરે સમાચાર સાંભળતાની સાથે જ વધામણી આપનારને ઉચ્ચ પ્રકારની પહેરામણીથી વધાવી દીધી. અને ત્યારબાદ રાજા યુધિષ્ઠિરે પાર વિનાનું ધન યાચકને આપ્યું. કે જાણે યુધિષ્ઠિરને જન્મ બધાને આપવા માટે હોય તેમ લાગતું ! શ્રી યુધિષ્ઠિર માનતા હતા કે લેવાનું કાર્ય–મેળવવાનું કાર્ય–છીનવી લેવાનું કાર્ય આત્માએ ભવોભવ કર્યું છે. જે ભાવમાં સમજદારી હોય એ ભવ તો આપવામાં જ વીતાવવો જોઈએ !
નવા જન્મેલ સુભદ્રાના પુત્રરત્નથી આખાય રાજમહેલ આનંદમાં રંગાઈ ગયા હતા. સહુ આ લાડકવાયાને રમાડવા તલસતા હતા. હમણું જાણે અજુનને સિતારે તેજ લાગતો હતે !વનવાસ તેના માટે ધન્યવાસ બની ગયે, વનવાસમાં દરરોજ નવી સિદ્ધિ પ્રાપ્ત થતી હતી.! વનવાસને અંતે તે તેને સુભદ્રા મળી હતી ને! અને આજે એજ સુભદ્રાને