________________
૩૭૭ લય સુધી તે પહોંચ્યા. અધર્મને ફેલાવનાર અને અવ્યવસ્થાને ફેલાવનાર કેટલાય રાજાઓને પદભ્રષ્ટ કર્યા. નવા ધાર્મિક રાજાઓને રાજ્યાભિષેક કરી પ્રજામાં શાંતિ ફેલાવી. શ્રી સહદેવે કેટલાક માથાભારે લાગ્યા તેવા રાજવીઓને કેદ પણ કરાવ્યા. પિતાના સૈન્યની સાથે તે બંદીવાન રાજવીઓને પણ સાથે લીધા.
; પુનઃ ગૃહાગમન
ચારેય બંધુઓએ ધાર્યા સમયમાં પત–પતાનું કાર્ય પૂર્ણ કરી હસ્તિનાપુરના પ્રાંગણમાં આવીને ઉભા હતા. લખલૂંટ સંપત્તિ અને અનેક અદ્ભુત આશ્ચર્યકારી ચીજોના ઢગલે-ઢગલા સાથે લાવ્યા હતા. હસ્તિનાપુરના પ્રજાજને આજે પોતાના ફેફસાઓમાં એટલી બધી હવા ભરતા હતા કે તેમની છાતી ઉનત અને ઉન્નત જ રહેતી હતી. સારાય નગરમાં જાણે વિજયને ઉન્માદ છવા હતા. હસ્તિનાપુર આજે વિજયપુર લાગતું હતું !
ચારેય ભાઈઓના આવા વિજયને જોઈને યુધિષ્ઠિરનું હૈયું પણ ઝાલ્યું નહોતું રહેતું. પાંચેય બંધુઓ જ્યારે મળ્યા ત્યારે એક અલૌકિક દશ્ય ખડું થઈ ગયું હતું. મને તો લાગે છે કે....
કોઈપણ બે સંબંધીઓ જ્યારે સ્વાર્થ વિના એક બીજાને સત્કારતા હોય છે ત્યારે ત્યાં સ્વર્ગ પણ કુછ બની જતું હોય છે !