________________
૩૭૬ કર્ણાટકશે તે શ્રી અર્જુનના, યશ અને વિજયનું જાણે અદ્ભુત નાટક રચ્યું.
તૈલંગ દેશના રાજવીઓએ કેઈપણ રંગભંગ કર્યા વિના શ્રી અર્જુનને ભાવપૂર્ણ સંગ સ્વીકાર્યો......
દ્રાવિડોએ શ્રી અર્જુન દ્વારા ધર્મરાજાના નેતૃત્વને સ્વીકારવામાં કેઈ બ્રીડા (લજજા) ન અનુભવી પણ તેમનેય સમસ્ત દેશમાં ધર્મરાજા યુધિષ્ઠિરની યશશ્રીને કીડા કરાવ વામાં અને સાથ આપ્યો...શ્રી અર્જુન છેક તામપર્ણ નદીના તટે પહોંચ્યા. ધરતીના પાદ પ્રક્ષાલતા પેલા સમુદ્રના તટે તેમણે પણ પાંડવોની યશોગાથાને સ્થંભ રે ....
પશ્ચિમ દિશામાં પહોંચેલ શ્રીનકુલ પણ જોરાવર દ્ધા સિદ્ધ થયા. આમેય દ્વારિકામાં શ્રીકૃષ્ણની હાક વાગતી જ હતી. શ્રી કૃષ્ણના ઈશારાને આ પશ્ચિમ તટના રાજવીઓ ન સમજે તે શકય જ ન હતું. નકુલને જાણે સૌરાષ્ટ્ર અને પ્રભાસ ક્ષેત્રમાં, ગુર્જર અને માળવામાં, સિંધ અને મજૂ મિમાં માત્ર એક આનંદ પ્રવાસ કર્યો હોય તેવું જ લાગવા માંડયું. શ્રી નકુલે પ્રભાસક્ષેત્રના મુકુટ મણિ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરની પણ અંતરના ભાવપૂર્વક અનેરી ભક્તિ કરી, ચંદ્રપ્રભ ભગવાનની થયેલી આ યાત્રા પણ શ્રી નકુલનું એક યાદગાર શમણું બની ગયું હતું.
ઉત્તર દિશામાં ઉન્નતિના પાનને ચઢતા શ્રી સહદેવે પિતાનું અતુલ પરાક્રમ ફેરવ્યું...અને નેપાળ જેવા મોટા રાજ્યના પાયા હચમચાવી છેક ધરતીની ઢાલ જેવા હિમા