________________
F
૩૮૦ + સારા દેખાવું કદાચિત્ સારું હશે પણ....સારા દેખાવા
માટે તમે એટલો બધો પ્રયત્ન ન કરતા કે જેથી તમે ખરેખર સારા જ ન રહી શકો... આજે સમાજમાં સ્ત્રીના હકો અને પુરુષની ફરજે માટે એટલી બધી ચળવળો અને પ્રતિચળવળ ચાલી રહી છે... પણ ધ્યાનમાં રાખવા જેવી તો એક જ વાત છે કે સ્ત્રી અને પુરુષની વાતમાં માનવતા લજવાઈ ન
જાય....માનવતા લૂંટાઈ ન જાય...... ક માણસ નાનું હોય કે મેટ હોય, કામ હોય કે નકામે હાય....
આયુષ્ય લાંબુ હોય કે ટૂંકુ હોય...પણ તેના મૃત્યુબાદ પણ તેના કરવાના ઘણાં કાર્યો બાકી રહી ગયા હોય છે. તેથી જ...બધાંય કાર્યો પૂરાં કરીને મરવાની ઈચ્છા રાખવાં કરતાં સારા કાર્યો ને તરત જ પૂરાં કરી લેવા તે ડહાપણ છે. શેઠ અને નેકરની વચમાં સ્વામી સેવકભાવ લુપ્ત થતો જાય છે. શેઠ નોકરના દુઃખ પ્રત્યે ઉદાસીન છે....તે નકર શેઠની ઉન્નતિ પ્રત્યે ઈર્ષ્યાળુ છે....
કુવામાં હોય તો જ હવાડામાં આવે એવું પહે લાના નેકરે માનતા હતા. આજે એવું મનાય છે કે
હવાડો ભરાયેલે રાખે....કુ સુકાઈ જશે તે બીજો શોધીશું.. - વિવેક એ કઈ જુદો ગુણ નથી. પ્રત્યેક ગુણો કેટલા પ્રમાણમાં હોવા જોઈએ તેનું માપ એટલે વિવેક...
સદ્ગુણોનો ઉપગ કયાં, કેટલી અને કેવી રીતે થાય તેની સમજ એટલે જ વિવેક..