________________
૩૭૪
બંધુઓ! હરાવેલા રાજાઓને જીતેલા રાજા જેટલા સન્માનવા એજ આ કુરુ વંશી રાજવીઓની સાચી છત છે. હાર અને છતને હિસાબ સંગ્રામમાં જ પૂર્ણ કરી દે. સંગ્રામની બહાર તે સદાય એક ઉદારદિલ-સજનનમ્રશીલવંત રહેવું.
૨૪ મંગલ પ્રસ્થાન ! શુભ દિવસે શુભ મુહૂર્તી વિજય પ્રસ્થાન થયું. માતા કુંતીએ પોતે જ ચારેય પુત્રના માટે પ્રસ્થાન મંગળ કર્યું. પુત્રેના ભામણા લીધા. વધામણ કીધા અને ચારેય દિશામાં ડંકા નિશાન ગાજી ઉઠયા.
પૂર્વ તરફ બળવાન ભીમે પ્રથાન કર્યું. દક્ષિણ દિશા તરફ મહારાજા અર્જુને પ્રયાણ આદર્યું. પશ્ચિમના કાંઠે ઉપડ્યા શ્રી સહદેવ અને શ્રી નકલે સવારી હંકારી દેવરાજ હિમાલયથી મંડિત ઉત્તર દિશામાં. હસ્તિનાપુર નગરીએ પિતાના પનેતા રાજવીઓની સફળતા માટે આજે થાય એટલી ભગવાનને પ્રાર્થના કરી. પિતાના ઈષ્ટ દેવેની અનેક માન્યતા કરી. કૃતજ્ઞ પ્રજા સમજતી કે સ્વામીને વિજય એજ સેવકને વિજય છે.
કર દિગવિજય સાધના મહારાજા ભીમે પિતાને પરાક્રમ પર જાણે ગજબ સંયમ રાખ્યું હતું. છતાંય પૂવદેશના – રાજવીએ