________________
૩૫
રાજનીતિને એજ કહે છે કે દુર્જનને માર્ગમાંથી દૂર જ કરવો જોઈએ. તેને પોષવાથી રાજ્યકારભાર ચાલી શકે નહીં. રાજ્ય ધર્મોમાં પણ ફરમાવ્યું છે કે દુષ્ટચ ટૂંક સંજ્ઞનર્ચ પૂન' રાજાની પહેલી ફરજ છે-કે દુષ્ટને દંડ કર સજ્જનની પૂજા ત્યારે જ સંભવી શકે છે જ્યારે દુષ્ટને દંડ, થયે હોય. દુષ્ટોને ઉછેરવા પિષવા એટલે સજજનોના પ્રત્યે અન્યાય કરો. પણ મહારાજા યુધિષ્ઠિર સમજે છે આટલું કરતાં જે દુર્યોધન માની જાય, ધૃતરાષ્ટ્ર ખુશ થઈ જાય તો ઘરમાં કજીયે ન રહે. અને કુરુવંશની પ્રતિષ્ઠા જળવાઈ રહે.
રાજ્ય અભિષેક મહોત્સવબાદ મહારાજ યુધિષ્ઠિરને રાજાઓએ અનેક ભેટણ અને નજરાણા અર્પણ કર્યા નવા મહારાજા યુધિષ્ઠિરની સાથે સહુ રાજવીઓ સંબંધ બાંધવા આતુર હતા. સહુ રાજવીઓ જાણતા હતા કે યુધિષ્ઠિર ન્યાયી છે.....પ્રમાણિક છે એટલે કેઈ હેરાન ગતિ તો નહિ જ થાય. પણ એક સનાતન નિયમ છે કે મહાપુરુષોની નજરમાં વારંવાર આવ્યા કરવાથી પણ કલ્યાણ થાય છે. કૃપા કટાક્ષની આકાંક્ષા કરતાં કેટલાય રાજવીઓએ યુધિષ્ઠિરની સાથે બને તેટલો વધુ સમય વીતાવ્યો. મહારાજા યુધિષ્ઠિરે પણ આ પ્રસંગે આવેલા મહારાજા શ્રીકૃષ્ણ જેવા મહાન રાજવીઓનું બહુમાન કર્યું. અન્ય રાજવીઓને પણ આ આનંદના પ્રસંગે સારી ભેટ-સોગાદો આપી. શ્રી યુધિષ્ઠિરને રાજ્યગાદી પ્રાપ્ત થઈ હોવા છતાંય તેમનામાં કોઈ ફરક થયે ન હતો. હા ફરક એટલો જ થયો હતો કે તેઓ પહેલાં કરતાં પણ વધુ ગંભીર અને વધુ નમ્ર બન્યા હતા. રાજાઓને વિદાય કરી યુધિષ્ઠિર પિતા શ્રી પાંડુને નમસ્કાર કરવા ગયા. મહારાજા