________________
૩૬૪
ત્યાં નૂતન મહારાજા યુધિષ્ઠિરે જાહેર કર્યું-“સહુ નગરજને પ્રતિક્ષા કરે! જ્યાં સુધી હું મારા વડીલોની આજ્ઞા મેળવીને કંઈ ઉદ્દઘોષણા ન કરું ત્યાં સુધી સહુ પોતાના સ્થાન પર જ રહે !” યુધિષ્ઠિર પહોંચ્યા ભીષ્મપિતામહ અને મહારાજા પાંડુ પાસે. આગ્રહ કરીને તેમને કહ્યું–જુઓ વડીલ! તમારી આજ્ઞાથી મેં હસ્તિનાપુરના રાજ્યની ધુરા સંભાળી છે. હસ્તિનાપુરનું રાજ્ય મુખ્ય રાજ્ય છે એટલે સમગ્ર રાજ્ય મારું કહેવાય પણ આપે દુર્યોધન આદિને કંઈક વિચાર કર જ જોઈએ. તેમના માટે પણ આજના શુભ દિવસે કંઈક શુભનિશ્ચય થવો જોઈએ.
વડીલે તે સમજે છે કે દુર્યોધનને આગળ કરવામાં માલ નથી. પણ યુધિષ્ઠિરે વડીલોની પાસે કબૂલ કરાવી દીધું કે ઈન્દ્રપ્રસ્થના રાજ્ય પર દુર્યોધન આરૂઢ થશે. અને બાકીના કૌરવોને પણ નાના નાના રાજ્યના માલિક બનાવ વામાં આવશે. વડીલોને પણ હવે સંમતિ આપ્યા વિના છૂટકો ન હતો. મહારાજા યુધિષ્ઠિરે પુનઃ રંગમંચ પર આવી દુર્યોધન તથા તેના બંધુઓના રાજ્યાભિષેકની જાહેરાત કરી. હાજર રહેલા શ્રીકૃષ્ણજી વિગેરે વિચારવાન રાજાઓને આ જાહેરાત કંઈક બેહુદી લાગેલી. શ્રી યુધિષ્ઠિરના વધુ પડતા ભેળપણ માટે કેટલાય વિચારકે ઉપાલંભ આ હતો. સ્વભાવથી દુર્જન બનેલાને સંતોષ આપવા માટે તમે જે જે આપે તે આગમાં ઘી હોમવા જેવું હોય છે, ઘી થી આગ શાંત થતી નથી પણ પ્રજવળે છે, તેમ દુર્જનને સંતોષ આપવાના પ્રયત્ન કરવાથી તેને સંતાપ વધે છે !