________________
પરવાનગી વિના રાજ્યાભિષેક કરી દીધું છે તે દુર્યોધનને રાજ્યાધિકારની ખૂબ લાલસા છે. ક્ષણવારતે યુધિષ્ઠિરે વિચાર્યું—“ધિક્કાર છે રાજ્યલક્ષ્મીને કે જેને મેળવવાની વાત આવે છે ત્યારથી જ કેટલાય આત્માની નકામી નારાજી વહોરવી પડે છે. આવા સહુના નિસાસાના ધામ જેવા રાજ્યને લઈને શું મેળવવાનું છે? એકવાર તો શ્રી યુધિષ્ઠિરને થયું–“પિતાજી પાંડુ અને ભીષ્મ પિતામહને પગે પડીને કહી દઉં કે આપીદે આ રાજ્ય દુર્યોધનને અને તેની આ નારાજી તેની આ વેર પરંપરાને બંધ કરાવે. પણ વડીલે યુધિષ્ઠિર માટે નિર્ણય કેઈપણ રીતે બદલવા તૈયાર ન હતા. પ્રજાજનને યુધિષ્ઠિર સિવાયને કેઈપણ વિચાર પસંદ ન હતો. છતાંય શ્રી યુધિષ્ઠિર ચિંતા મગ્ન હતા. શ્રી ધૃતરાષ્ટ્રને તથા દુર્યોધનને ખુશ કરવાની શ્રી યુધિષ્ઠિરની ભાવના હતી. આ તરફ રાજ્યાભિષેકની ઝડપભેર તૈયારીઓ ચાલી. નગર આખુંય ઉત્સાહમાં હતું, એટલે ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધને પણ લોકલાજે હવે ઉત્સાહ બતાવવા માંડયા. સમય પસાર થતાં શુભ દિવસે, શુભ લગ્ને માતાકુંતી તથા માદ્રીએ મહારાજા યુધિષ્ઠિરને મંગલનાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્રો અને કિંમતી આભૂષણોથી મહારાજા અલંકૃત થયા. વાદ્યોના નિનાદ સાથે માતાના આશીવાદ લઈ ભવ્ય સભા મંડપમાં શ્રી યુધિષ્ઠિરે પ્રવેશ કર્યો. “મહારાજા યુધિષ્ઠિરને જય હો જયનાદ સાથે મહારાજ યુધિષ્ઠિર ભદ્રાસન પર આરૂઢ થયા. અનેક તીર્થોના પવિત્ર જળ આવી ગયા હતા. સેનાના કળશમાં જળભરી કળશેને ગોઠવી દીધા હતા. જળમાં અનેક સુગંધિત પદાર્થો મિશ્રિત કરેલા હોવાથી આ સભામંડપ મઘમઘાયમાન થઈ