________________
૩૬૧
હેય તે ઉત્સાહ દેખાઈ આવતો હતો. મહારાજા યુધિષ્ઠિરના આ રાજ્યાભિષેકને જોવા માટે નગરજનો તે આતુર હોય જ પણ દેશ-વિદેશથી લોકે આ પવિત્ર પ્રસંગે હાજર રહેવા ટોળે-ટોળા હસ્તિનાપુરમાં ઉમટતા હતા અનેક રાજાઓ પિતાના રાજવી રસાલા સહિત આ અભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા હાજર થયા હતા.
આ તમામ મહોત્સવની વચ્ચે મહારાજા યુધિષ્ઠિર વધુ ને વધુ ગંભીર દેખાતા જતા હતા. લેકે માનતા હતા કે મહારાજા યુધિષ્ઠિર નવી જવાબદારી માટે ચિંતિત હશે પણ મહારાજા યુધિષ્ઠિર ને કોઈ જવાબદારી મૂંઝવતી ન હતી પણ તેઓ વારંવાર ધૃતરાષ્ટ્રના ચહેરાને જોયા કરતા હતા. કાકા ધૃતરાષ્ટ્ર અને કાકી ગાંધારીનું મુખ ઉદાસીન અને ફીકકું દેખાતું હતું. દુર્યોધન કોઈ પણ તૈયારીમાં કયાંય હાજર રહેતા ન હતા. જ્યાં હાજરી આપવી પડે ત્યાં માત્ર નીચું જોઈને જ ઉભા રહેતા હતા. કાકા વિદુરને યુધિષ્ઠિર પૂછતા “કાકા ! હમણાં મોટાકાકા ધૃતરાષ્ટ્ર ઉદાસ કેમ દેખાય છે ] દુર્યોધન તે નજરે ય કેમ ચડતો નથી?”
વિદુર યુધિષ્ઠિરને કહ્યું- બેટા! અરે... ભૂલ્યા ભાવિના મહારાજા યુધિષ્ઠિર ! તમે હવે એ ચિંતા ન કરો. આ મંગલ પ્રસંગે કેઈ અપમંગલની વાતને વિચાર કરતા નહીં–કેઈનેય કશું પૂછવા જતાં નહીં, દિવસે જશે એટલે બધું ઠેકાણું પડી જશે પણ શ્રી યુધિષ્ઠિર સમજી ગયા છે કે જે દુર્યોધને વડીલના રાજ્યકાળમાં પણ કણને સહુ વડીલની