________________
૩૫૬
સુખ તે વચન પેદા કરે છે.... વચન એ તેા નય છે. આંખથી થતુ જ્ઞાન એ મતિજ્ઞાન છે. શાસ્ત્રા કહે છે મતિજ્ઞાન પ્રમાણ છે, નય કરતાં પ્રમાણ વધારે બળવાન હાય તેમાં પ્રશ્ન પણ શુ છે ?.... અને તેથી જ નયનાથી નિહાળીને દ્રૌપદીએ ભાવાવેશમાં જ શ્રી અર્જુનને નમસ્કાર કર્યાં. શ્રી અર્જુને અત્યારે સઘળા અરમાનેા અને વાતેાને દૂર કરી જિનપૂજા માટે સ્નાન જલની અભિલાષા કરી. સ્નાન કર્યું". જિનપૂજા કરી. જિનપૂજામાં આજે એકલીનતા પ્રગટી. શ્રી અર્જુન સમજે છે કે સંસારના સંખા ક્ષણિક છે. શાશ્વત છે.... માત્ર જિનેશ્વરની સાથેના સંખ'ધ. ક્ષણિક ગમે તેટલું પ્રિય લાગે પણ શાશ્વત સિવાય કોઈ આર કે આવારા નથી દ્રવ્ય અને ભાવ જિનપૂજા પૂર્ણ કરી મનમાં શ્રી જિનેશ્વરને જ રટતાં શ્રીઅર્જુન ગૃહ જિનાલયમાંથી મહાર આવ્યા. દ્રૌપદીએ આજે અવનવી રસવતી બનાવી હતી, શાંત અને સ્વસ્થ ચિત્તે દ્રૌપદીએ ભાજન કરાવ્યુ. ભોજન ખાદ્ય લગભગ સધ્યા થવા આવી હતી શ્રી અર્જુનને ખૂબ પરિશ્રમ હતા શ્રી અર્જુન પલંગ પર આરૂઢ થયા. દેવી દ્રૌપદી ત્યાં હાજર થયા. બાર-બાર વર્ષના સુખ–દુઃખાની વાત કરતાં કરતાં ખનેય મન-વચન અને તનથી પણ અભિન્ન થઇ ગયા.
અજુ નને તેા લાગતુ હતું કે હું થાકયા છું; સૂઈ જઈશ તેવું સવાર થશે. પણ દ્રૌપદી આરામ લેવા દે ત્યારે ને! આખરે જ્યારે નયના એમને એમ મિચાવવા માંડયા ત્યારે શ્રી અજુ ને પ્રેમપૂર્વક પંપાળીને કહ્યું – ' દેવી ! હવે તા સુવા દે, ” અને ત્યાં જ પ્રભાતના છડીદાર કુકડા પાકારી ઉઠયા....