________________
૨૬o
‘વિરાટ દેશના રાજવીનું નામ પોકારયું. તે પણ ઝડપભેર ઉઠયો તે ખરે પણ જ્યાં ધનુષ્યની નજીક આવ્યો ત્યાં જાણે ધનુષ્યને જોઈને જ પુતળાની માફક ઉભું રહી ગયે. ને આગળ જાય કે ન પાછળ જાય. આખરે સહુએ તેને પણ બેસાડી દીધો.
નંદિપુરને રાજા શલ્ય આવ્યે. ધનુષ્યની આગળ તો એ પણ પહોંચી ગયા. પણ આ દેવતાઈ ધનુષ્યની જાજવલ્યમાન પ્રભા જોઈને જ હેબતાઈ ગયે. તે પણ પાછો પોતાના સ્થાને પહોંચી ગયો. સહદેવ પણ ઉભું તો થયે પણ તરત જ પાછો પિતાના આસને બેસી ગયે.
ત્યારબાદ રાજગૃહથી આવેલ મહાન રાજવી જરાસંધનું નામ બેલાયું. જરાસંધના મહાન બળથી સહ પરિચિત હતા, મહા પરાકની જરાસંધ સાફળે ઉભે થયે. હમણાં જ પોતે ધનુષ્ય નમાવી દેશે તેવો આડંબર કર્યો. પણ સહેજ પકડતાની સાથે તે ધનુષ્ય પાછું પડી ગયું. અને જરાસંધના મુખ પર એક ઘેરી શરમ છાઈ ગઈ. “મારા જેવાથી પણ શું આ ધનુષ્ય નમાવવું શકય નથી?”
ચેદિરાજ શિશુપાલ પણ અહીં હાજર હતા. તેના ભાઈએ તે તેને આગળ વધવાની જ ના પાડતા હતા; છતાંય શિશુપાલ આગળ ગયે. કેઈનું માને તો શિશુપાલ શાને! પહોંચી ગયે શિશુપાલ ધનુષ્ય પાસે, પણ તેને નમાવવા જતા શિશુપાલના સ્નાયુઓ અને નસો ફૂલીને બહાર દેખાવા માંડી ધીમે રહીને બધા રાજાઓએ કહ્યું—શિશુપાલ! હવે બેસીને થાક ઉતાર” અને એક આછું સ્મિત મંડપમાં ફેલાઈ ગયું.