________________
- વિદાય લેતી વિદ્યાદેવીઓને અર્જુન કહે છે, “આપ દેવીઓ છે, આપના દર્શને મારા મનોરથ પૂર્ણ થવા જોઈએ, તેના બદલે આપ જેવાના દર્શને મારું તે કઈ જ કાર્ય સિદ્ધ થતું નથી. આપ અનુગ્રહ કરીને મારું કાર્ય પુરુ કરે.”
8 મણિચૂડને વિદ્યા સહાયક
શ્રી અજુન
વિદ્યાદેવીએ–“અજુન ! તારી ભાવના છે કે, અમે મણિચૂડનું સાંનિધ્ય કરીએ પણ તે માટે તારે મણિચૂડને વિદ્યાઓની સાધના કરાવવી પડશે. જા, અમારું વરદાન છે કે તું જે મણિચૂડને વિદ્યા સાધનામાં સહાયક થઈશ તે તેને પણ વિદ્યા તરત જ સિદ્ધ થશે,! પણ સાધના તો કરવી જ પડશે !”
પરોપકારમાં નિરત અને હવે મણિચૂડને વિદ્યાસાધના કરવા બેસાડ્યો. પરોપકારી–સાત્ત્વિક અર્જુનની સહાયથી મણિચૂડને પણ શીધ્ર વિદ્યા સિદ્ધ થઈ.
વિદ્યા સિદ્ધ થતાં જ બે દિવ્ય વિમાને ત્યાં આવ્યા. વિમાનમાંથી અનેક ગાંધર્વો ઊતર્યા. તેમણે આ બંનેને વિદ્યાસાધકને સ્નાન કરાવ્યા....સુગંધી વિલેપને કરાવ્યા... મોંઘામૂલા વસ્ત્રો અને અલંકાર પહેરાવ્યા.....કેઈ તેમને છત્ર ધરવા લાગ્યા..કોઈ ચામર વીંઝવા લાગ્યા કે ભેરી અને મૃદંગ વગાડી તેમના ગુણે ગાવા માંડ્યા.....!