________________
: ૩૪
!' અર્જુન અને મણિચૂડ વધુ વિચાર કરે તે પહેલાં તે મણિચૂડની પ્રિયા પિતાના પતિને વિદ્યા સિદ્ધ થયેલી જાણીને ત્યાં દોડી આવી. પિતાના પ્રિયની સિદ્ધિમાં સહાયક અર્જુન નની ગવાય તેટલી ગુણાવલી ગાવા લાગી. પેલા ગાંધર્વો વિદાય થયા પણ વિમાને હાજર હતા. અર્જુને પળના પણ વિલંબ વિના કહ્યું, “ચાલે, મણિચૂડજી! આપના નગરમાં પહોંચી જઈએ, અને પેલા વિદ્યતવેગને ખબર આપી દઈએ કે હવે તારા દિવસો પૂર્ણ થયા છે. કયાં તે ન્યાયને અનુસર અને રાજ્ય પાછું આપી દે અને અન્યાય જ કરે હેય....અને... રાજ્ય પાછું ન જ આપવું હોય તો લડવા તૈયાર થઈ જા !”
વિમાનમાં આરૂઢ થઈને રત્નપુર શહેરની નજીક તેઓ બંને આવી ગયા. આ સત્યશિરામણના આગમને રત્નપુરની બહાર હજારે લોકો આવવા માંડયા. બધાએ તેમને યુદ્ધ કરી વિદ્યવેગને પીસી નાંખવા જણાવ્યું, પણ ન્યાયની મર્યાદા જાણનાર તેઓએ સૌથી પહેલા દૂત દ્વારા વિનંતિ કરવાનું જ પગલું લેવું યોગ્ય માન્યું. અજુનના દૂતે ત્યાં જઈ વિદ્યુતવેગને અર્જુનનો સંદેશો જણાવ્યો. વિદ્યુતવેગ આજે સત્તાના મદથી છકી ગયું હતું ! મહાસાત્તિવક અને મહાસાધક અજુનને તે ઓળખી ગયો હોવા છતાંય પિતાના મદથી તેણે અર્જુનની ઉપેક્ષા કરવા માંડી. તેણે કહ્યું–
જા દૂત! તારા અર્જુનને કહે, તે તેનું રાજ્ય સંભાળે છે તે ઘણું છે. અહીં વિદ્યાધરની કૌટુંબિક વાતમાં માથું મારવાની તેને શી જરૂર પડી છે? જા, તારા અર્જુનને કહે, જે બહુ ભલાઈ કરવાનું મન થયું હોય તે યુદ્ધના મેદાનમાં મરવા માટે ઉતાવળે થાય.”