________________
૩ર૬ મણિગૂડ વિદ્યાધર તો એક અનન્ય સેવક હોય તેમ અર્જુનની સેવા અને મહત્તા કરવા લાગ્ય! મહાદુઃખોથી મુક્ત થયેલી પેલી દેવી ચંદ્રાનનાએ તે અર્જુનની સેવાભક્તિમાં કેઈ કમી નથી રાખી. થડા દિવસમાં મણિચૂડે રાજ્યધુરા સારી રીતે સંભાળી લીધી.
એક દિવસ અજુને કહ્યું-“મણિચૂડ ! આપ તે વિદ્યાધર છે આપનું વચન ઓળંગવાની મારી શક્તિ નથી. પણ હવે આપ મહેરબાની કરીને મને અહીંથી જવાની રજા આપો. હું તે વનવાસ માટે નીકળ્યો છું, મારે હજી તીર્થાટન કરવું છે. એક જ સ્થાને બેસી રહેવાથી મને કશો લાભ નથી.”
મણિચૂડ અર્જુનને વિદાય તે કેવી રીતે આપે? છતાંય મણિચૂડ એક વાત સમજે છે, અજુન હવે અહીં વધુ રોકાશે નહીં...પિતાના સ્વાર્થ માટે આવા પ્રબળ પરોપકારી તત્ત્વને સિમિત કરવાનું ઉચિત નથી.
- સૂર્યથી ગમે તેટલી સિદ્ધિ થતી હોય પણ સૂર્યને તે ગગન મંડળમાં ભ્રમણ કરવા દેવું જ પડે! સૂર્યનું ભમણ અટકે તે જગતને વ્યવહાર ખેરવાઈ જાય! છતાંય અર્જુનને રત્નપુરીમાં રહેવા માટે બંનેય પતિ-પત્નીએ ખૂબ ખૂબ વિનવણી કરી. અજુને પ્રેમપૂર્વક તેને જવાબ આપે.
૩ પુન: વનની વાટે આખરે સહુની વિદાય લઈ અને પુનઃ વનની વાટ