________________
૩૪૫
અર્જુન હમેશા પિતાની સાથે જોડાયેલા રહે, એસ્ટે આ વખતે શ્રી કૃષ્ણજીએ શ્રી અર્જુનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકે શ્રી કૃષ્ણજીએ કરેલા આવા ભવ્ય સ્વાગતને કંઈક વધારે પડતું થયું તેમ માનતા હતા; શ્રી કૃષ્ણજી જાણતા હતા કે તેમનું કોઈ પગલું ક્યારેય વધારે પડતું હતું જ નથી. તેમનું દરેક કાર્ય તે ગણત્રીપૂર્વકનું જ હોય છે. અર્થાત્ જરૂરિયાત જેટલું જ હોય છે. શ્રી અર્જુન સ્વાગતથી પ્રસન્ન હતા.
દર શ્રી અર્જુનના સુભદ્રા સાથે લગ્ન
એકવાર લાગ જોઈને શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું-અર્જુન! વનવાસથી પાછા ફરતાં તમે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે; એ હું જાણું છું પણ જ્યાં સુધી એકમાંથી બે થઈને ન આવ્યા હોય ત્યાં સુધી અધુરું છે. દ્રૌપદી તે સમસ્ત પાંડની એક પત્ની કહેવાય. તમારા જેવા શૂરવીરને બીજી પત્ની હોવી જોઈએ. અર્જુને શ્રીકૃષ્ણજીને કહ્યું – “તમારી વાત સાચી છે પણ...” ત્યાં જ શ્રીકૃષ્ણજી એ કહ્યું-મારી એક વાત સાંભળ મારી બેન સુભદ્રા સર્વ ગુણે પૂરી છે. તેનું રૂપ અને સૌદર્ય ત્રણેય લોકમાં પંકાય છે. મહેરબાની કરીને હવે તમે જ સુભદ્રાનો સ્વીકાર કરી લે, એટલે મારે અને તમારે, દ્વારિકા અને હસ્તિનાપુરને સદા માટે પ્રેમમય સંબંધ બંધાઈ જાય. શ્રી અજુન શ્રીકૃણજીના માંગાને કેવી રીતે પાછું ઠેલી શકે? આખરે ત્યાં જ દ્વારિકામાં તુરત તેઓના લગ્ન લેવાઈ ગયા !