________________
શ્રી મણિચૂડને જણાવ્યું કે તમે એક હસ્તિનાપુર સુધી શ્રી અર્જુનને પહોંચાડવામાં સાથે રહે છે. શ્રી મણિચૂડ અને કી અર્જુન હિરણ્યપુરથી વિમાનમાં બેસી શત્રુંજય પર્વત પર આવ્યા.
કષભદેવ પરમાત્માની ખૂબજ હૃદયને ઉમળકાથી ભક્તિ કરી. અર્જુનને આ શત્રુંજય પર્વતનું વાતાવરણ કંઈક જનમ જનમનું સાક્ષી હોય તેવું લાગ્યું. આ શત્રુંજયની ભૂમિ પણ પોતાને સાધના કરવા પોકારી રહી હોય તેવું શ્રી અર્જુનને લાગતું હતું. પણ કાર્યવ્યગ્ર અર્જુનને આજે સમય હતો નહીં. હસ્તિનાપુર પિતાજીની પાસે પહોંચી જવું જરૂરી હતું અને હમણાં છેલ્લે છેલ્લે એ વિચાર આવ્યું હતું કે શત્રુંજયથી દ્વારિકા નજીક છે. આટલે દૂર આવ્યા છીએ તે શ્રીકૃષ્ણ જેવા પ્રતાપી પુરુષને મળીને જ જઈએ. મહાપુરુષોને અને શક્તિશાળીને સંગ અવશ્ય સફળ બનાવે છે. કદાચિત ફળ ન મળે તે પણ શીતળ છાયા તે અવશ્ય મળે છે.
ન શ્રી કૃષ્ણ દ્વારા શ્રી અર્જુનનું
ભવ્ય સ્વાગત
શ્રી અર્જુન યાત્રા કરીને શ્રી કૃષ્ણજીને મળવા ગયા. શ્રી કૃષ્ણ પ્રાજ્ઞ પુરુષ હતા. તેઓએ શ્રી અર્જુનની ખૂબ આગતા સ્વાગતા કરી. તેઓ પણ જાણતા હતા કે ભાવિમાં અજુનને સિતારે ચમકતે છે. એટલે તેઓ શ્રી અર્જુનની સાથે એ કઈ સંબંધ બાંધી દેવા માંગે છે જેથી શ્રી