________________
૩૪૬
અજુન જાણે શ્રીકૃષ્ણજીના વચનને નકારવાની શક્તિ જ ધરાવતા ન હતા. શ્રીકૃષ્ણજીએ પ્રથમથી જ કુરુવંશના એક આપ્તની માફક કાર્ય કર્યું હતું. તેથી આ લગ્ન વખતે ન તે ભીષ્મપિતામહુને કે પાંડુને સમાચાર પહોંચાડ્યા; નથી તે દ્રૌપદી આદિને પણ આ પ્રસંગે બોલાવવામાં આવ્યા. શ્રીકૃષ્ણજીના ભાવિના મનેર અને આયેાજન શું હશે તે તે શ્રીકૃષ્ણજી જ જાણે ! આજે શ્રીકૃષ્ણને પરમ પ્રસન્નતા હતી કે તેમની બહેન સુભદ્રા એક સુગ્ય પાત્રને પામી પિતાનું ગૃહસ્થ જીવન સફળ કરી રહી હતી. અને એટલે જ શ્રીકૃષ્ણજીએ પહેરામણીમાં પણ ધનની વર્ષા કરી હતી. હાથી–ઘડા રથ અને અનેક પ્રકારના રત્નની જાણે વૃષ્ટિ કરી હતી. કદાચિત્ એવું જ હશે કે શ્રીકૃષ્ણજી અર્જુનની આ મહાન સમૃદ્ધિ અને વનમાં થયેલા મહાન ઉદયથી પ્રભાવિત હશે. વનવાસ દરમ્યાન પણ શ્રી અર્જુને કરેલ મહાન પરોપકારના કાર્યોથી શ્રી કૃષ્ણજી પરમ પ્રસન્ન બન્યા હશે, ગમે તેમ હોય આજે તો શ્રીકૃષ્ણએ અર્જુનને પિતાના પરમ આત્મીય–પરમ મિત્ર બનાવવામાં કોઈ કમીના ન રાખી.
સંબંધ એ કેડિયું છે, તેમાં સારો નેહ એજ તેલ છે. સ્નેહ હોય તે જ સંબંધ રુપી કેડિયામાં શાંતિ રૂપી દીપક પ્રગટેલ રહે.”
શ્રીકૃષ્ણએ શ્રી અર્જુનની હસ્તિનાપુર પહોંચવાની ઘણી ઉતાવળ હોવા છતાંય તેમને ઠીકઠીક રોકી રાખ્યા. એક દિવસ શ્રી અને વિનયપૂર્વક કહ્યું “હવે તો આ૫ મને