________________
શ્રેણી૧૫ કથાસાર
(પૃ. ૩૪૭ થી ચાલુ) ૨ શ્રી અર્જુનનું હસ્તિનાપુરમાં આગમન
હસ્તિનાપુર નગરી આજે ગજબની આતુરતા અનુભવી રહી છે. રાજમાર્ગો પર માનવ મહેરામણ ઉભરાયેલ છે. બાર વર્ષ બાદ અતિ સમૃદ્ધ બનીને આવતા શ્રી અર્જુન સહના માટે આકર્ષણરૂપ બની ગયા છે...
શ્રી ભીષ્મપિતામહ શ્રી પાંડુ અને શ્રી યુધિષ્ઠિર જેવા ધીર પુરુષે પણ આજે અધીરા બન્યા છે. તેઓ પણ શ્રી અર્જુનને હૈયામાં સભાવથી વધાવવા નગરની બહાર જઈ રહ્યા છે. નગરજનોના ટોળેટોળા પાછળ ચાલી રહ્યા છે. દરેકના મનમાં શ્રી અર્જુનને પહેલા નિરખી લેવાની હોંશ છે. બધાની ધારણા હતી કે અજુન પગે ચાલીને આવશે યા તો કઈ સારા રથમાં બેસીને આવશે, પણ નગરજનના આતુર નયનેએ કંઈક નવું જ આશ્ચર્ય જોયું. ગામ બહાર પહોંચતાં જ આકાશના દૂર ભાગમાંથી એક પક્ષી જે આકાર દેખાશે. ધીમે ધીમે જણે તે આકર મેટો થતો ગયે. શ્રી પાંડુ, શ્રી યુધિષ્ઠિર અને શ્રી ભીષ્મ પિતામહ સહુને પાછળ રહેવા સૂચના આપી, પોતે આ આકાશી પક્ષી જેવા દેખાતા આકારની નજીક જાય છે શું હશે ? એ શંકાએ તલવારની મુઠ પર હાથ મુકેલ છે પણ આ શું ? ત્યાં તો પેલે પક્ષી જે આકાર નીચે સ્થિર થયે આ કોઈ પક્ષી નથી પણ વિમાન છે, એવું તે સમજ્યા પણ સામાન્ય