________________
arouTી (GIL મોટી
શું કરીએ પટેલ મુઓ છીએ...!! ચતર તરફના પટેલે પિતાની જાતને બહુ ઊંચી માને છે. તેઓ ખૂબ મર્યાદામાં રહેવું તેવું માને. તેઓ ચાલે તે ધેતિયું જમીન પર ઘસડાતું હોય. એક દિવસ કઈ સજજને કહ્યું : પટેલ ! ધેટીયું જમીન પર ઘસડાય છે, અને બગડે છે, તેમાં નારાજ શું થાવ છો? અને આટલા બધા નારાજ થતાં હોવ તો અમારી જેમ જરા ઊંચું પહેરતાં નથી આવડતું ?
પટેલે દુઃખી દુઃખી થતાં કહ્યું : “ભઈલા! ધોતીયું તે અમને ય ઊંચું પહેરતાં આવડે છે.”
તે પહેરતા કેમ નથી?
પટેલ કહે: એ જ મોકાણ છે ને? અમે કાંઈ તમારા જેવા લોક ડાં છીએ? અમે તે પટેલ મુઆ છીએ. બેતિયું બગડે ને પગમાં ભરાય તે ય અમારે તો આવું લબડતું જ ધેતિયું પહેરવું પડે.
મોટા થવામાં અને મોટા રહેવામાં ઘણાં દુખ હોય છે. હલકા ફૂલ જેવા થઈને ફરવામાં આનંદ છે.
મોટાઈ તમને ભલે સારી લાગતી હોય પણ એટલું સમજજો કે મેટાઈ એ હૃદય પર મૂકેલી શીલા છે. જ્યારે નમ્રતા એ સુંદર પુષ્પ છે, હૃદય પર શિલા રાખવી કે સુંદર પુષ્પ રાખવું એ તમારે નક્કી કરવાનું છે.