________________
૩૪૨
અનેયના પ્રેમપૂર્વકના વિવાદ ચાલતા હતા ત્યાં આકાશમાંગ થી વિદ્યાધર મણિચૂડ આવ્યા. પેાતાની બેન પ્રભાવતીની પાસેથી સવ વૃતાંત જાણીને મણિચૂડના આનદના પાર ન રડ્યો. શ્રી અર્જુન તેના પેાતાના માટે તેમજ પેાતાની બહેન માટે પણ પરમ ઉપકારી બન્યા હૈાવાથી મણિચૂડ ખૂબજ ખુશ થયા. તેમણે હેમાંગદની વિનતિને શ્રી અર્જુન સ્વીકારે તે માટે ખૂબ પ્રયત્ન કર્યાં. પણ શ્રી અર્જુનને એવું રાજ્ય ખપતું ન હતુ. આખરે હેમાંગદે વિનંતિ કરી કે “ સ્વામી ! જો આપ મારું રાજ્ય ન સ્વીકારે તે મારા આતિથ્યને સ્વીકારે, મારા રાજ્યને ઘેાડા દિવસ તેા પાવન કરે. અર્જુને આ વાતને કઈ જવાબ ન આપ્યું! પણ તેએ શ્રી મણિચૂડની સામે જોવા લાગ્યા. મણિચૂડે જણાવ્યુ – સ્વામી ! આપ અત્રે અવશ્ય રાકાણ કરી હું પણ અહી જ શકાઈ જઈશ. આપના જ્ઞાન-ધ્યાન અને સદ્ગુણેાના લાભ આ નગરજનાની સાથે મને પણ મળી જશે.
•
,,
""
27
” હસ્તિનાપુરથી દૂતનું આગમન
ત્રણેય રાજાઓ એક રાજ્યમાં પરમ પ્રેમથી રહેવા લાગ્યા. આન–મંગલ પૂર્ણાંક દિવસે પસાર થતા હતા. ચર્ચા અને જ્ઞાન વિનેાદમાં પસાર થતા સમય કેાઈનેય જણાતા ન હતા. પણ શ્રી અર્જુનની આ રિદ્ધિસિદ્ધિની વાત હસ્તિનાપુર સુધી પહેાંચી ગઈ હતી. હસ્તિનાપુરમાં તા મહારાજા પાંડુને નિવૃત્તિ સાધવી હતી. તેઓને રાજ્યભાર યુધિષ્ઠિરના મસ્તક પર આરૂઢ કરીને નિવૃત્ત થવું હતું. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસ ંગે શ્રી અર્જુન જેવા પ્રબળ વીરની હાજરી