________________
રૂકo
કહેલી કેઈ ભેદની વાતને અને યાદ કરી. અર્જુનને ખ્યાલ આવ્યો કે આમાં કંઈક ભેદ છે. એટલે પોતે જ પેલી ચિતામાં પ્રતિષ્ઠત પ્રભાવતી પાસે આવ્યા. પ્રભાવતીને પણ હૈયાના ધડકારા બંધ થાય તેવું થવા માંડ્યું. પણ જે અજુન ચિતાની નજીક ગયો કે તુરત જ પેલી ચિતામાં રહેલી પ્રભાવતી ભાગીને નાશી ગઈ. ખરેખર તે એ પ્રભાવતી જેવી જ આકૃતિ હતી. બાકી હતી એક વિદ્યાશક્તિ. આ વિદ્યાશક્તિથી અર્જુનને પ્રભાવ સહન ન થયા એટલે પેલી વિદ્યા લાગી ગઈ. આખરે હેમાંગદને પિતાની પ્રિયા પ્રભાવતીની પ્રાપ્તિ થઈ.
પિતાની પ્રિયા પ્રભાવતીની પ્રાપ્તિથી પરમ પ્રસન્ન બનેલ હેમાંગદ અજુનને બહુમાન પૂર્વક પોતાના નગર હિરણ્યપુરમાં લાવ્યા. સમસ્ત હિરણ્યપુરના નગરજનોએ શ્રી અર્જુનને પ્રમથી વધાવ્યા. પિતાના સ્વામી પર આવો પાપકાર કરનાર શ્રી અર્જુનને સહુએ ખૂબજ ભાવપૂર્વક વંદન કર્યા
દા હેમાંગદની કલ્પનાતીત કૃતજ્ઞતા
હેમાંગદે તો રાજસભા ભરાવી. રાજસભામાં રાજાના મુખ્ય આસન પર અર્જુનને બેસાડ્યા. પિતે નીચા આસન પર બેસી ખૂબજ વિનયપૂર્વક શ્રી અર્જુનની સ્તુતિ કરવા લાગ્યા. “એ પ્રાણાધાર અર્જુન! મારા પ્રાણની રક્ષા આપે કરી છે. મારી પ્રિયાને મેળાપ આપે જ કરાવ્યા છે. આપ દયાળું છે. સેવકની પ્રાર્થનાને કદી ભંગ ન કરે તો આ