________________
મારે એક જ નિર્ણય છે કે હું અને તું એક જ ચિતામાં સળગીશું.” લેકએ રાજા હેમાંગદને ચિતામાં પ્રવેશ કરવાને નિર્ણય છેડી દેવા માટે ખૂબ સમજાવ્યું પણ હેમાંગદ એકના બે ન થયા. પ્રિયપાત્ર સાથે જીવવાનું હોય તે જીવન પુષ્પ જેવું હળવું લાગે છે, પણ એવું જ હળવું જીવન જે પ્રિયને વિગ હોય તે પર્વત જેવું ભારે થઇ જાય છે. આખરે નગરજનોએ પ્રભાવતીના શબને ભવ્યતાપૂર્વક તૈયાર કરીને ચિતામાં આરૂઢ કયું રાજા હેમાંગદે પણ તે ચિતામાં ઝંપલાવવાની તૈયારી કરી દીધી. ત્યાં જ કેઈક ડાહ્યા માણસે યાદ અપાવી. “સાત્ત્વિક અર્જુને તેના માણસ દ્વારા કહ્યું હતું કે પિતે ન આવે ત્યાં સુધી રાજા ધીરજ રાખવી.”
રાજા હેમાંગદે કહ્યું –ભાઈ! તારી વાત સાચી છે પણ બિચારા અર્જુનને હવે પ્રભાવતી કયાંથી મળશે? પ્રભાવર્તીને તે અહીં આપણા સહુની વચ્ચે ચિતામાં બેસાડેલી છે. હવે અર્જુનના માટે રાહ જોવાની કોઈ જરૂર નથી.” ડાહ્યા માણસોએ કહ્યું-“ભલે ગમે તેમ હોય પણ રાજન હેમાંગર! તમારે અર્જુનની રાહ જોવી જ જોઈએ. ભલે પ્રભાવતી તેઓને મળે કે ન મળે પણ સાહેબ ! આપના જ માટે જે કાર્ય કરવા ગયા છે તેની રાહ તે જેવી જ જોઈએ.”
રાજા હેમાંગ ખૂબ દુઃખી છે. પોતે દુઃખી હૃદયે સ્વીકારે છે કે અર્જુનને વચન આપ્યું છે તે તેની આવવા સુધી રાહ જોવી જોઈએ. પણ પ્રભાવતી ઘેલું બનેલું તેનું હૃદય