________________
કરું છું કે કોઈપણ પરસ્ત્રી સામે નજર પણ ઉંચી કરીશ નહીં.” આજથી મેં મનથી શીલવત ગ્રહણ કર્યું છે. પ્રભાવતીને હવે આજથી હું પણ મારી બેન માનું છું. મને આ મારા પાપ કાર્યની શરમ આવે છે. હું તો હેમાંગદની સામે જવાની હિંમત નથી કરી શકતો. અર્જુન! તમે મને માફ કરી શીધ્ર હેમાંગદ પાસે પહોંચે. બને એટલા જલદીથી પહોંચજો કારણ કે મેં એક ભેદી બાજી ગોઠવી છે. એ બાજીને ભોગ પિલો હેમાંગદ બને તે પહેલાં તમે ત્યાં તેમની પાસે પહોંચી જાવ.” અર્જુન મેઘનાદને આ હૃદયપૂર્વકના પરિવર્તનથી ખુશ થયા. મેઘનાદના કહ્યા પ્રમાણે સત્વરે અર્જુન કેસર અને પ્રભાવતીને લઈને પેલા વનમાં હેમાંગર પાસે આવ્યા.
આ અજબ ગજબની ઘટના અહીં તો અર્જુનના આવતા પહેલાં એક અજબ ગજબની ઘટના બની ગઈ હતી. અર્જુનને ગયે હજી ડી જ ક્ષણે થઈ હશે ત્યાં કોઈકે આવીને હેમાંગદને વધામણી આપી–“રાજન ! ઊઠે, શેકના દિવસ પૂર્ણ થયા છે. આપની પ્રાણપ્રિયા અહીંથી થોડે જ દૂર છે. એક ઝાડ નીચે બેસી પ્રેમથી પુપે વણે છે.” રાજ હેમાંગદ પ્રભાવતીની વાત સાંભળી બેસી રહે ? તરત પિકારી ઉઠયા–“પ્રભાવતી... પ્રભાવતી...એ પ્રિય પ્રભાવતી ! તું કયાં ગઈ હતી ? તુ એકાએક અહીં કેવી રીતે આવી ગઈ ?” રાજાની આવી બૂમેંથી સાથે રહેલા પ્રજાજનો અને રાજ સેવકે ખૂબજ આનંદમાં આવી ગયા. બધાએ પ્રભાવતીને પેલા વૃક્ષ નીચે