________________
૩૪૧
દીન સેવકની એક પ્રાથના સાંભળે આ રાજ્ય આપ અંગીકાર કરે....મને આપની સેવા કરવાના અવસર આપે. મને કૃતાર્થ કરીશ.”
હેમાંગઢમાં આજે અપૂર્વ કૃતજ્ઞતા ભાવ પ્રગટ થયા છે. માનવજીવનના મહાન હાવા અપકારી પર પણ ઉપકાર કરવાના છે. પણ જે જીવનમાં ઉપકારી પર પણ ઉપકાર ન થઈ શકે તે જીવન તે અધમ જીવન છે. હેમાંગઢના ભાવા જોઈને અર્જુન પ્રસન્ન થાય છે મહાન પુરૂષા દેવ પ્રતિમા જેવા હોય છે. તેમની આગળ ગમે તે ધરાવેા તેમને કશા ઉપયેગ હોતા નથી. પણ તે નૈવેદ્ય ધરા વનારને અવશ્ય તારે છે. શ્રી અર્જુન પણ હેમાંગઢે ધરેલ સમસ્ત રાજ્યના નૈવેદ્યથી પ્રસન્ન છે. શ્રી અર્જુન વિચારે છે માનવ જીવનના મહાન અવસર દાન છે....પરેપકાર છે. હેમાંગઢનું રક્ષણ કર્યું તે કઈ માઢું કાય મેં નથી કર્યુ. એક વટેમાર્ગુ –એક મુસાફર તરીકેની મારી ફરજ મે અજાવી છે.”
..
શ્રી અર્જુને કૃતજ્ઞતાથી ઉલ્લસિત હેમાંગદને કહ્યું “બંધુ! આ પૃથ્વી પર રાજા બનવુ એટલે એક વ્યવસ્થાને ધારણ કરવાની છે. એમાં હક્કના કશે વિચાર કરવાના નથી. રાજ્ય એ સપત્તિ નથી પણ પ્રજાએ રાજાને સોંપેલી થાપણ છે. આ થાપણ હું સંભાળું કે તમે સંળાળા એક જ છે. તમે આ પ્રજાનું રક્ષણ કરવામાં નિષ્ણાત છે. પ્રજાને સુખીસમૃદ્ધ બનાવીને ધમ મય બનાવવા તમે સમથ છે. મારા તમને અંતરના શુભાસીષ છે કે તમે રાજ્ય સુંદર રીતે ચલાવે.”