________________
આવશ્યક હતી. મહારાજ પાંડુએ જાતે જ શ્રી અર્જુનને હસ્તિનાપુર બોલાવવા સંદેશ મોકલ્યા. દ્વતે આવીને શ્રી અર્જુનને જણાવ્યું“એ વીર ! તમારી વનવાસમાં પણ પ્રાપ્ત થયેલી સિદ્ધિથી અમે ગૌરવશાળી છીએ. તમે દુઃખ વાસ જેવા વનવાસને પણ સુખવાસ બનાવી ચૂકયા છો એ મહાપુણ્યની નિશાની છે. પણ આપ જેવાએ હવે વનમાં રહેવા જેવું નથી. વનવાસના બારવર્ષ પૂરા થઈ ગયા છે. અને મહારાજા પાંડુ નિવૃત્તિ સાધવા ઉત્કંઠિત છે. ભાઈ યુધિષ્ઠિર હવે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. માતા કુંતી તો આપના વિના રાત-દિવસ આખર્માથી આંસુ જ પાડે છે. માટે આપ શીધ્ર હસ્તિનાપુર પધારો.”
શ્રી અર્જુન પિતાના જ નગરથી આવેલા દૂતના સમા ચાર મેળવી પરમ આનંદિત થયા. વર્ષો વીતી ગયા હોવા છતાંય સહુએ તેમના માટેની પ્રીતને છેડે લીલો ને લીલે જ રાખ્યો હતો. માનવ ભલે ને ગમે તે મોટો હોય પણ માનવનું જોર એટલે કેઈના હદયનો સારો પ્રેમ. શ્રી અર્જુન ખુશીને ખુશીમાં ડૂતને પણ ભેટી પડ્યા. દૂતને કહ્યું–‘બંધુ ! તું અત્યારે વિદાય થા અને મારા પૂજય પિતાશ્રી પાંડુરાજને જણાવજે કે તેમને અજુન શીધ્ર પાછો આવી રહ્યો છે. વળતા માર્ગમાં શત્રુંજયની યાત્રા કરીને આવશે મોટાભાઈ યુધિષ્ઠિર-ભીમ આદિને પ્રણામ કહેજે. નાના બંને બંધુ એને હેત કરજે.” દૂત શ્રી અર્જુનની આજ્ઞા થતાં હસ્તિનાપુર તરફ વિદાય થયા. આ તરફ હવે શ્રી હેમાંગદ અજુનને આગ્રહ કરે તે પણ નકામું હતું. હેમાંગદનું હૃદય અને મન ભરાઈ જતું હોવા છતાંય શ્રી અર્જુનને વિદાય આપી. પણ