________________
મહામુનિના મંગલ આશીર્વાદથી આજે અર્જુન ખુશ ખુશ થયા છે! વનવાસ એ કેટલે ધન્યવાસી બન્યા છે એની મઝા તો અર્જુન જ જાણે છે. હજી પણ અનેક તીર્થોની યાત્રા કરવાના તેના મનોરથ છે ! વર્ષે પણ ઘણું પૂરા કરવાના છે, તેથી યથેચ્છ યાત્રાઓ કરી લગભગ બાર વર્ષ પૂર્ણ કર્યા.
ગુડ હિરણ્યપુરને દુઃખી હેમાંગર
સંસાર એક બંધન છે–અનેક ફરજ છે” તે વિચારે હવે પુનઃ હસ્તિનાપુરના માગે અજુન જઈ રહ્યા છે. હસ્તિનાપુર તરફ પહોંચતાં માર્ગમાં જ એક ઠેકાણે તેમને કરુણ આકંદન સંભળાય છે ! દયાળુ–સજનને ઘેર જવાની ઉતાવળ હોય તોય કેઈને દુઃખી જેવું તેને પોષાય નહીં. અર્જુન પિતાનું વિમાન ત્યાંજ ઉતારી દે છે. આજુબાજુમાં કોઈ દેખાતું નથી તો પણ અર્જુને ખાત્રી કરવા માટે એક વિદ્યાધરને સાદ કર્યો. વિદ્યાધર કેસરે તુરત જ હાજર થઈને જંગલમાં શેધ ચલાવવા માંડી...તેની નજરે એક સ્વરૂપવાન અને સુંદર રાજવી દેખાય. રાજવી હોવા છતાંય આજે જાણે એક નાના બાળકની માફક તે રડી રહ્યો હતો ! પેલા બિચારા રાજસેવકે તેને છાનો રાખવા તેની આગળ-પાછળ ફર્યા કરતા હતા. કેસરે તે બવાની પાસે જઈને આ દુઃખી રાજવીની વાત જાણવાનો પ્રયાસ કર્યો !
આ દુઃખી રાજવી હિરણ્યપુરનો રાજા હેમાંગદ હતે. હેમાંગદને પ્રભાવતી નામની પટ્ટરાણ હતી. પ્રભાવતીના રૂપથી બધાય વિદ્યારે પરિચિત હતા. પણ પેલે લંપટ મેઘનાદ