________________
૩૩૩ ગમ્યું. અનેક વિશાળ બાગેને વટાવી અર્જુન મુખ્ય ઈન્દ્ર બાગમાં છૂપી રીતે પ્રવેશ્યા છે. અનેક વિદ્યાધરો અને વિદ્યાધરીના પ્રેમના-રિસામણામનામણા ચાલે છે. મુશ્કેલી તે ત્યાં હતી કે માત્ર નામ સિવાય બંનેને કઈ પરિચય પ્રભાવતીને ન હતો. છતાંય બંને કૃત નિશ્ચય હતા ગુન્હેગાર ને પકડવામાં. એક બાજુના ખૂણામાં એક વિદ્યાધરની પાસે એક વિદ્યાધરી હતી. આંખમાં આંસુની ધાર હતી. વિદ્યાધરીની હતાશા અને નિરાશાને કઈ પાર ન હતે. અર્જુન અને કેસર ધીમે પગલે બાજુની ઝાડીમાં જઈ પહોંચ્યાં.
S: મેઘનાદની હાર અને હૃદય પરિવર્તન
પેલે વિદ્યાધર બેલી ઉઠ–“જે પ્રિયે! જે પ્રભાવતિ! તારી આંખ ઉંચી કર, એકવાર આ તારા સેવકને નજરથી પાવન કર. તું હેમાંગદ જેવા એક સામાન્ય રાજવીની પત્ની છે.” અને આવું સાંભળતાં કેસરે અર્જુનની સામે જોયું. કેસર તુરત જ તે વિદ્યાધરને પકડવા જતો હતો. અર્જુને હજી દૌર્ય રાખીને પૂરી વાત સાંભળવા ઈશારો કર્યો. પેલે વિદ્યાધર મેઘનાદ આગળ કહેતો જ હતો. “દેવી ! મારી પ્રાણ વલ્લભા બન, હું તને વિદ્યાધરીઓની દેવી બનાવીશ. હું તને મહાન વિદ્યાઓ શીખવીશ તું આ બધી વિદ્યાઓથી ઈન્દ્રાણી જેવી બનીશ અને પછી હું અને તું ઈન્દ્ર અને ઈન્દ્રાણી બનીને ખૂબ રંગરાગ કરીશું આવ, શેક મૂક, તૈયાર થઈ જા. મને તો લાગે છે હવે તારે પ્રિય પણ તારી પાછળ ગૂરીને મરી ગયો હશે, હવે મારી વાત માન્ય કર