________________
33३
તે મને મહાસતી હોય તેવું લાગે છે. પ્રલોભનમાં આવી જાય તેવી હોત તે કેઈને તેનું હરણ કરવાની જરૂર પડી ન હોત. જેણે પણ આવી પ્રભાવતીનું હરણ કર્યું હશે તે કઈ સામાન્ય રાજવી નહીં જ હોય. કેઈપણ મોટો રાજવી આવી સ્ત્રીનું હરણ કરીને તુરત જ પિતાના રાજ્ય મહેલમાં જાય તે મને શક્ય નથી લાગતું. હરણ કરનાર રાજા હજી સુધી તે તેને મનાવવા....રાજી કરવા પ્રયત્નમાં જ લાગે હશે. અને તેની સાથે કીડા કરવા માટે તે કઈક અતિ મનહર સ્થળે પહોંચ્યું હશે. જે તું મને આવા કેઈ સ્થળે લઈ જાય તો મને લાગે છે કે આપણે શોધ કરવામાં સફળ થઈએ.
શહેમકૂટનું અને ખુ સોંદર્ય
અર્જુનની વાત કેસર વિદ્યાધરના સમજમાં આવી ગઈ. તેણે કહ્યું-“સાહેબ! અમારે વિદ્યાધરોમાં આવા પ્રેમ સંબંધ સ્થાપવાનું એક ખૂબ જાણીતું સ્થળ છે. ખૂબ જ મનહર સ્થળ છે. વિશાળ એકાંત હોવા છતાંય તેમાં ઘણું ગુપ્ત કાર્ય થઈ શકે તેવી ગહન ઝાડની રચના છે. તે સ્થાનનું નામ છે હેમકૂટ પર્વત. આ પર્વત ઉપર અનેક બાગ છે. તેમાંય ઈન નામને બાગ ખૂબ જ પ્રખ્યાત છે. અર્જુને આ વાત સાંભળતાં જ કેસરને કહ્યું—“સૌથી પહેલાં તું મને હવે હેમકુટ પર્વતના ઈન્દ્ર બાગમાં લઈ જા.” હેમકૂટ પર્વતનું સોંદર્ય જોઈને અજુનનું મન પ્રસન્ન થઈ ગયું. ભેગીઓને ભેગ લીલા માટે આકર્ષતું અને ત્યાગીઓને વેગ સાધના માટે સદાય આમંત્રિત કરતું. આ સ્થાન અજુનને ખૂબ