________________
વિદ્યાધર પ્રભાવતીની પાછળ પાગલ બન્યા હતા. કેઈપણ ભોગે તેણે પ્રભાવતીને પોતાની પ્રાણપ્રિયા બનાવવાનું નક્કી કરી લીધું હતું. મેઘનાદ યુદ્ધ કરીને તો હેમાંગદને હરાવીનેપ્રભાવતીને મેળવી શકે એ શકય જ નહોતું. પ્રભાવતીને કઈ પ્રલેનની અસર થાય તે ય શકય દેખાતું ન હતું. માત્ર, એકજ માર્ગ મેઘનાદ પાસે હતો. અને તે પ્રભાવતીનું હરણ કરવાને ! મેઘનાદ એકવાર પાછલી રાતે હેમાંગદના રાજભવનમાં પહોંચી ગયે. હેમાંગદ અને પ્રભાવતી વાની મીઠી નિદ્રામાં પોઢયા હતા. ત્યાં જ પેલા મેઘનાદે પ્રભાવતીને ઉપાડી લીધી. સતી પ્રભાવતી જાગી ઉઠીને બૂમ મારે તે પહેલાં જ મેઘનાદે તેને પોતાના વિમાનમાં બેસાડી દીધી. છતાંય તેને વિમાનમાં બૂમરાણ મચાવી દીધી. હેમાંગ આ સ્વમ છે કે સાચું છે તેનો નિર્ણય કરે.... રવસ્થ થઈને દોડે તે પહેલાં તે મેઘનાદ રવાના થઈ ગયે. હેમાંગદ રાત્રિના અંધકારમાં મેઘનાદને ઓળખી ન શક્યો. કેટલેય સુધી પિતાની ખુલ્લી તલવાર લઈને પીછો કર્યો, પણ મેઘનાદ હાથ ન લાગ્યા. મેઘનાદના હૈયામાં પ્રભાવતી માટે આટલું ગાંડું લાગ્યું હશે. તેની હેમાંગને કયારેય કલ્પના ન હતી. તેણે ચારે તરફ પિતાના માણસે મોકલી તપાસ કરી પણ કેઈ સ્થાનેથી પિતાની પ્રિયાના સમાચાર ન મળ્યા. આ આઘાતથી રાજા હેમાંગદ મ્હાવરે બની ગયે હતો. પ્રિયનો વિયોગ સમસ્ત સુખને હરી લે છે. રાજા અને તેની પાછળ સમસ્ત પ્રજા પણ બેચેન છે. રાજા આ જંગલના વેલડી–વેલડીને પણ જાણે પિતાની પ્રિયા હોય તેવી રીતે પિકારી રહ્યો છે !