________________
- ૩૮
માલમુનિની મહાસાધના કેઈ ખીસ્સામાં રાખેલી નોટ જેવી નથી કે છુપી રહે એ તે માથા પર પહેરાવેલા મુગટની માફક સદાય પ્રગટ જ રહે છે !
મહામુનિને વંદન કરી અજુન કૃતાર્થ થયો! ઘણા વખતે મુનિ દર્શનને ચેર થયે હેવાથી અર્જુનને ધર્મ દેશના સાંભળવાની તીવ્ર અભિલાષા પ્રગટી. આજે અર્જુન સંવેગથી તરબોળ બન્યા છેવૈરાગ્યથી વાસિત થયા છે..... રાજ્યગાદી–સત્તા અને સમૃદ્ધિ બધું જ તેમને તુચ્છ સમજાયું છે...આખરે જે છોડીને ચાલી જવાનું છે તેની પાછળ થતા માનવ જીવનના વેડફાટથી અજુન દુઃખી છે. દેશના સાંભળતા તે તેનું હૈયું એવું કેમળ બન્યું છે કે સામર્થ્ય હોત તો તે જ ક્ષણે દીક્ષા લઈ લેત. પણ, આ બધી દેશના સાંભળતા એક જિજ્ઞાસા તેનામાં જાગી છે. “મારે મેક્ષ ક્યારે થશે? જન્મમરણના આ ચકો કયારે બંધ થશે.”
મહામુનિએ જણાવ્યું—“અર્જુન! હજી થડે સમય આ ભવ પૂર્વ સંસ્કારના કારણે ખૂબ વ્યગ્રતામાં જતો લાગશે પણ આ જ ભવમાં તું આ બધાથી એકવાર શાંત થઈશ. બધી જાળ અને ઝંઝટથી તું મનથી ત્યારે થઈ જઈશ. અને આજે જે ધર્મશ્રદ્ધા તારામાં છે તેને વિકાસ થતાં–પૂર્ણ વિકાસ થતાં તું અવશ્ય આ જ ભવે મેક્ષ પામી શકીશ. અર્જુન! સુખ અને દુઃખ તો જીવનરૂપી માનવના બે પગ છે, એક પગલું સુખનું પડ્યા બાદ બીજું દુ:ખનું પગલું ન પડે તે જીવનરૂપ માનવ આગળ ચાલી જ ન શકે! માટે તું જરાય સુખ-દુઃખથી લેપાયા વિના જીવન ગતિ પર ધ્યાન રાખીને કલ્યાણ કરજે...”