________________
અર્જુનની કેસેટી વધતી ગઈ. કોઈ રાક્ષસેએ આવીને તેને વિદ્યા સાધના ભંગ કરવા અનેક ઉપદ્રવ કરવા માંડયા. કઈવાર અર્જુનની ચારે બાજુ કોઈ માનવ શબના ટુકડાઓ વેરાઈ જતા હતા. કેઈકવાર માનવીય પરીઓની માળા પહેરેલા અને ભયંકર ત્રાડો પાડતા રાક્ષસે પિતાની ભયંકર ત્રાડથી અર્જુનને હચમચાવી નાંખવા પ્રયત્ન કરતા હતા. ધીર અને શાંત અર્જુન પિતાની સિદ્ધિ સિવાય કયાંય અટકે તેમ ન હતા મહિનાઓ થવા માંડયા. આવા રાક્ષસેના ઉપદ્રવોથી હવે તે ટેવાઈ ગયા હતા. હાથી અને સિંહના ભયંકર રૂપવાળા દેવાથી તે જરાય ડરતા ન હતા. પેલા વિદનકારી તો સર્પ બનીને શરીરે વિંટળાઈ જાય તોય અર્જુનનું રૂંવાટું ફરકતું ન હતું. આખરે પેલા વિનકારી તએ કરામત બદલી હવે તેઓએ માતા કુંતીનું રૂપ
ધારણ કર્યું. અર્જુનની પાસે આવી આજીજી ભર્યા સ્વરે વિલાપ કરવા માંડી. પેલી દ્રૌપદીનું રૂપ ધારણ કર્યું પણ અર્જુનને પિતાના ધ્યાનમાંથી જરાય ચલિત ન કરી શકયા. આમ ને આમ છ માસ પૂર્ણ થવા આવ્યા. અને આઠેય મહા વિદ્યાઓને સિદ્ધ કરી. આખરે વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીઓ વિદ્યત જેવા કડાકા સાથે આવીને ઊભી રહી. હાથ જોડીને ઊભી રહેલ આ આઠેય વિદ્યાદેવીઓ કહી રહી છે “સર્વ શિરેમણિ! અમે ભલે વિદ્યાધરોની વિદ્યા દેવીએ છીએ. પણ અમારે મન તો સાધક તે જ વિદ્યાધર છે. તું માનવ હોવા છતાંય તારા અદ્ભુત સત્ત્વ અને દૌર્યથી અમે પ્રસન છીએ. હવે તું કંઈક આજ્ઞા કર.”