________________
- ૩૧૯ નવું સામર્થ્ય પ્રગયું. પાંડુપુત્ર અર્જુનના દર્શન એ પણ પુણ્યને અવસર ગણાતો હોય તો આજે સાક્ષાત્ અજુન જ પિતાને મદદ કરવાનું કહે તો કેટલું મેટું સૌભાગ્ય કહેવાય!!! હર્ષઘેલા મણિચૂડમાં એક નવીન જીવિતાશા ઊભરાવા માંડી. તે અર્જુનની અમોઘ બાણવિદ્યાથી પરિચિત હતો. અને તેથી જ તેણે અર્જુનને કહ્યું–“ભાગ્યવાન ! તમે મને સહાય કરશે એ વાત ખરી. પણ, એક ભૂચરે, એક માનવીએ જે એક વિદ્યાધરને સામને કરવો હોય તો અવશ્ય એણે વિદ્યાઓ સિદ્ધ કરી લેવી જોઈએ. આપ પોપકારી છે... આપ સાત્ત્વિક છોઆપ જ મને આ આફતમાંથી બચાવી શકશે. તેથી જ કહું છું કે, “ઓ ધનંજય! ઓ અર્જુન! તમે હવે મને પ્રાપ્ત થયેલી વિદ્યાઓને પહેલાં સિદ્ધ કરે. અને પછી અવશ્ય મારા શત્રુગણને સામને કરજે.”
અર્જુનને તો ગમે તેમ થાય પરોપકાર જ કરવાને હતું. આ જંગલમાં...આ વનવાસમાં અર્જુનને પરાર્થ સિવાય અન્ય કશું કાર્ય કરવાનું ન હતું. મહાપુરુષોની એ
જ સિદ્ધિ હોય છે કે તેઓ પરના દુ:ખને દૂર કરવામાં પિતાનું બધું જ દુ:ખ ભૂલી જાય છે,
આજે હવે અર્જુનને ન તો દ્રૌપદીની યાદ આવે છે ....ન તે પાંડવ બંધુની યાદ સતાવે છે....ન તો માતા કુંતીને નેહ તેમના અંતરને ચચરાવે છે. કારણ આજે અર્જુનના મસ્તક પર એક કર્તવ્ય આવીને ઊભું રહ્યું છે. કર્તવ્ય એ એવી પુણ્યમય તક છે કે જે તમે તેને વફાદાર રહે તે તમને આ ધરતી પર પણ એક મન માન્યું સ્વર્ગ મળે,