________________
૧ ૩૧૭
સમય આનંદથી વ્યતીત થવા માંડ. પણ કાળે કાળે કુળ પરંપરાથી આવેલી વિદ્યાને પ્રાપ્ત કરી. સમય તો પાણીના રેલાની માફક પસાર થતો હતો. મારા પિતા મૃત્યુ પામ્યા. મંત્રીઓએ મને રાજગાદીને ચગ્ય જાણું રાજ્યાભિષેક કર્યો. મારે હવે કઈ ચિંતા હતી નહીં. પરરાજ્યના રાજાઓને મારા પ્રત્યે સારો ભાવ હતો. એક માત્ર મારે પિત્રાઈ ભાઈ વિદ્યુતવેગ મારાથી નારાજ રહ્યા કરતો હતો. મારા પ્રત્યે શું દુર્ભાવ હશે તે હું સમજી શકતો ન હતો. પણ તે મારા માટે ખૂબ જ વૈરભાવના રાખતો હતો. તેણે આજુબાજુના વિદ્યાધરોને સમજાવીને એક મોટું સૈન્ય એકત્રિત કર્યું. જ્યારે તે મારા રાજ્ય પર ચઢી આવ્યા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારે પિત્રાઈ ભાઈ મારા પ્રત્યે ખૂબ જ ઈષ્ય ધરાવે છે. મારે તેની સાથે લડાઈ કર્યા વિના છૂટકે ન હતો. પણ યુદ્ધ માટે મારી કઈ તૈયારી હતી નહીં. મારે પિત્રાઈ ભાઈ વિદ્યુતવેગ બધી જ રીતે તૈયાર થઈને આવેલો છતાંય મેં જોરદાર પ્રતિકાર કર્યો. જોરદાર લડત ચાલી પણ મારી હાર થઈ. મારા પિત્રાઈ ભાઈએ જ મને રાજ્યભ્રષ્ટ કર્યો. મને હડધૂત કરી નગરની બહાર કાઢી મૂકે. આવા હલકા વર્તાવની મેં વિદ્યુતવેગ પાસેથી કદી આશા રાખી ન હતી. બીજા મારા મિત્ર રાજાઓ પણ વિદ્યુતવેગના વધતાં બળને જોઈને મને સહાય કરવા તૈયાર ન થયા. હું સમજી ચૂક છું કે જેને પુણ્ય સાથી નથી તેને કઈ સાથી બનતો નથી. મારું હૃદય આ પ્રસંગથી સંસારથી કંટાળી ગયું છે. હું હવે આ સ્વાથી સંસારમાં લાંબુ જીવવા માંગતો નથી. અને તેથી જ આપઘાત કરવા અહીં આવ્યો છું. પણ આ મારી પત્ની એ વાત કયાંયથીય જાણું