________________
૩૧૮
ગઈ છે અને હવે મારી વચમાં આવે છે. જીવન તે હું શાંતિપૂર્વક જીવી નથી શકો પણ હવે આ સ્ત્રી મને શાંતિથી મરવા પણ દેતી નથી. આ સાત્વિક શિરોમણિ ! આટલી જ મારા દુખિયારાની આ કથા છે. બસ, હવે તું પણ મને આ દુનિયાને ત્યાગ કરવા માટે વિદાય આપ. સજજન પુરુષી મારી આટલી નાની પ્રાર્થનાને તું અવશ્ય સ્વીકારજે.”
વિદ્યાધર મણિચૂડને સહાય કરવાને નિર્ણય
આ વૃત્તાંત સાંભળતા અર્જુનનું હૈયું દ્રવી ઊડ્યું. તેનામાં રહેલી પરોપકારવૃત્તિ જાણે તેને પડકાર કરી રહી છે.
ઊઠ! તારા દુઃખને રડીશ નહીં. જગતમાં જે દુ:ખી હેવા છતાંય બીજાના દુ:ખને સમજી શકે છે, બીજાના દુ:ખને નિવારવા માટે પ્રયત્ન કરી શકે છે તે ખરેખર સુખી જ છે. અજુન વિદ્યાધર મણિચૂડને કહે છે-“એ શ્રેષ્ઠ વિદ્યાધર ! તારે આપઘાત કરવાનો વિચાર પડતો મૂક. માનવ જીવનને જે ફેગટમાં નાશ કરવાનું હોય તો માનવ જીવનની મહત્તા મુનિઓએ ગાઈ ન હોત. માનવ જીવન તે પવિત્ર અને
ઘેરું જીવન છે, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ તે ક્ષણિક છે, તે માટે કંઈ જીવનને નાશ ન કરાય. અને હવે મણિ ચૂડ! તમે સમજી લેજે કે તમને પાંડુપુત્ર ધનુર્ધર અર્જુનનું શરણ મળ્યું છે. મારો નિશ્ચય છે કે હું તમને તમારા અન્યાયી પિત્રાઈ ભાઈ વિદ્યુતવેગ પાસેથી તમારું રાજ્ય અવશ્ય પાછું અપાવીશ.” " અર્જુનની આ વાત સાંભળતાં વિદ્યાધર મણિચૂડમાં