________________
- ૩ર૦
શક શ્રી અર્જુનની વિદ્યાસિદ્ધિ અજુન નમ્ર ભાવે વિદ્યાધર મણિર્ડને કહે છે-“ઓ વિદ્યાધરે વરેણ્ય ! તમારી કોઈપણ વાત મારે પ્રમાણ છે. આપ મને એગ્ય સમજે તે વિદ્યા આપો. હું તે વિદ્યાઓને પ્રાણાતે પણ સિદ્ધ કરીશ.” મણિચૂડે હવે પિતાની પત્ની ચુદ્ધિોનનાને કહ્યું–જે પ્રિયે ! તું માત્ર મને પગ પકડીને એક આપઘાત કરવા જતાં રેકતી હતી પણ મારે જરૂર હતી કે, હાથ પકડનારની ! કુરુવંશના આ વિખ્યાત નબીરા અજુનની કીર્તિથી તું પણ પરિચિત છે. આજે એ અજુન આપણા કોઈ પરમ ભાગ્યે અહીં આવેલ છે. હવે મારા જ કાર્ય માટે અને વિદ્યા સિદ્ધ કરશે. અને જગતને બતાવશે કે ખેચર (વિદ્યાધર) કે ભૂચર (મનુષ્ય) મેટો નથી પણ મેટો માનવા તે કૃપાપર (દયાલુ) હોય તેજ બની શકે છે. હવે મારા અને તારા દુઃખના દિવસો દૂર થયા છે. પણ પ્રિયે ! આ વિદ્યા સાધન દરમ્યાન હું મહાત્મા અર્જુનને સેવક બનીશ. તારુ અત્રે હવે કઈ કામ નથી. મહેરબાની કરીને જે તું તારા પિતા ચંદ્રાપીડને ઘેર જાય તો હું અત્રે શાંતિથી અર્જુનને વિદ્યા સાધનામાં સહાય કરી શકું.” ચતુર ચંદાનના પિતાના પ્રિયની આ સિદ્ધિમાં વિજન ન આવે માટે શીધ્ર પોતાના પિતાના ઘર તરફ ઊપડી. મણિચૂડ તેને વળાવીને પુન: મહાત્મા અર્જુન પાસે આવ્યા. અર્જુને ખૂબ જ વિનય પૂર્વક વિદ્યાઓ ગ્રહણ કરી. પદ્માસન લગાવીને ધ્યાનસ્થ થયે. જેમ જેમ દિવસે વીતતા ગયા તેમ તેમ