________________
૩૧૬
હશે તે હું અવશ્ય નિવારણ કરીશ.” પેલે અજાણ્યા પુરૂષ પણ અર્જુનના આ સૌજન્ય અને દયાભાવથી ઉપકૃત છે. અર્જુન કેઈ મહાપુરુષ છે તે સમજતા તેને વાર નથી લાગતી. પેલે માનવી અર્જુનને કહે છે-“ભાઈ ! તમે પોપકાર પરાયણ છો. બીજાના દુઃખે દુઃખી થવાની તમારી આદત હોય તેવું લાગે છે. પણ મહેરબાની કરે, મારા જેવા પાપીને એકલાને જ દુઃખી થવા દે. આપ જરાય દુઃખી ન થાવ.”
અર્જુન-“એ સાત્વિક શિરોમણિ ! તારું દુખ ન કહીને તું મને દુઃખમાંથી દૂર કરવા ઈચ્છે છે પણ તું ભૂલે છે. હું કુરુવંશીય છું. મારા કુળમાં એક જ સંસકાર છે. માત્ર સ્વના જ સુખે સુખી ના થવું પણ પરના દુઃખે દુ:ખી થવું. તેથી જ્યાં સુધી તું મને તારા દુઃખની વાત નહીં કહે ત્યાં સુધી મારું દુઃખ વધતું જશે. માટે મહેરબાની કરીને તારી વાત સંભળાવ.” પેલા આપઘાત ઉત્સુક પથિકને હવે છૂટકે ન હતો. તેણે પિતાને પરિચય આપવાનું શરૂ કર્યું.-“હું મણિચૂડ છું. કનકસુંદરી મારી માતા છે. ચંદ્રાવતંસ મારા પિતા છે. આ મંદિરથી દક્ષિણ દિશામાં દેવાની પેલી દૂર સુદૂરની રત્નપુરી નગરી મારું નિવાસ
સ્થાન છે. મારે એક પ્રભાવતી નામની બેન છે.”... અને વિદ્યારે પિતાને વૃત્તાંત આગળ વધાર્યો.
યૌવનમાં આવતા મારા માતા-પિતાએ મારા લગ્ન. કરવાનું નક્કી કર્યું. ચંદ્રાપીડ રાજાની રૂપવતી પુત્રી ચંદ્રાનાની સાથે મારા લગ્ન થયા. મારી બેન પ્રભાવતીને પણ હિરણ્યપુરના રાજા હેમાંગ સાથે પરણાવી દીધી. અમારા