________________
૩૧૪
ટેકરી દેખાઈ. ટેકરી ઉપર સ્પષ્ટ રીતે જ કોઈક સુંદર મંદિર દેખાતું હતું. મંદિરનું શિખર તે જાણે અર્જુનને બેલાવી રહ્યું હોય તેમ લાગતું હતું. આ શિખર પર એક અદ્ભુત પુપ દેખાતું હતું. આ વિશાળ પુષ્પને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. મંદિરને જોઈને કોઈ માનવની વસ્તીને અજુને કયાસ કાઢયે. માનવ મન જ વિચિત્ર છે. વસ્તીમાં તે માનવથી કંટાળે છે. શૂનકારમાં તે માનવ વિના કંટાળે છે. સ્વાભાવિક જ છે કે આ જંગલમાં માનવ સંપર્ક થવાના
ખ્યાલે અજુનમાં એક આનંદની લહેર ઊઠી. પેલા પુષ્પ અને શિખર તરફ જવા અર્જુનના પગ જેરથી ઊપડી ગયા. ડીજ ક્ષણોમાં દેવ વિમાન જેવા જિનમંદિરની પાસે અજુન આવી ગયા. નજીક જતાં જ એમને સમજ પડી ગઈ “આ મંદિરમાં વીતરાગ દેવની જ પ્રતિમા છે! પિતાનો પૂજા કરવાને મંગળ મનોરથ પૂર્ણ થશે. નજીકની વાવમાં સ્નાન કરી અર્જુને પિતાના થાકને હળવે કર્યો. જિન મંદિરમાં પ્રવેશતા અર્જુનના રોમાંચ ખડા થઈ ગયા. વનવાસના પ્રથમ જ પ્રયાણે આવું મંગલકારી જિનમંદિર મળશે તે અર્જુનની ધારણા બહાર હતું.
જિન મંદિરમાં બિરાજમાન આદિનાથ ભગવાનને જોતાં અર્જુને સ્તુતિને આરંભ કર્યો.
પૂર્ણાનંદમયં મહદયમય કૈવલ્ય ચિદમયં, રૂપાતીતમયં સ્વરૂપદમણું સ્વાભાવિકશ્રીમયં જ્ઞાનેદ્યોતમયં કૃપારસમયે સ્યાદવાદ વિદ્યાલયં, શ્રી સિદ્ધાચલ તીર્થરાજમનિશ વંદેડહમદીશ્વરમ )