________________
શ્રેણી–૧૪
(પૃ. ૩૦૭ થી ચાલુ)
ક અર્જુનને વનવાસ દ્રિૌપદી, પાંડ અને નગરજને દઢ અને સાત્વિક અજુનને હજી નીરખી જ રહ્યા છે....ધીમે ધીમે અર્જુનની આકૃતિ ઝાંખી થતી દેખાય છે. નગરજનની દૃષ્ટિ હજી ત્યાંથી ખસતી નથી. પણ હવે તો માત્ર દૂરની દિશાઓ સિવાય કશું જ દેખાતું નથી. એટલે બધાય ભારે મને પાછા વળે છે. સહુના મુખ પર અજુનની વાહવાહ છે.
ઘર મંગલકારી જિનદર્શન ધર્મવીર અર્જુન પણ જાણે આજે ચગી બન્યા છે! સહુથી વિખુટા પડેલા અર્જુનને હવે આ વનની નીરવ શાંતિ વિચારોના ગહન વનમાં લઈ જાય છે. અર્જુન જેમ જેમ વનમાં ઊંડાને ઊંડા પ્રવેશતા જાય છે તેમ તેમ જંગલી પ્રાણીઓના વિવિધ અવાજે સ્પષ્ટ થતા જાય છે. અર્જુન સાવધાન થઈને ચાલે છે પણ તેમને કેાઈનોય ડર નથી. મસ્ત ફકીરની અદાએ ચાલતા અને પ્રકૃતિના આ સૌદર્યને નિરખતાં નિરખતાં પેલા ભેંકારના વનિને એક મધુર સંગીત સમજી સાંભળી રહ્યા છે. મૃત્યુને મુઠ્ઠમાં બાંધીને ચાલતા મહાત્માને વળી હેર કેનો? આગળને આગળ જતાં એક