________________
૨૬૭
મહેનતે સુંદર રીતે આ શાક તૈયાર કર્યું. નાગશ્રીને હતું આજે તે જમનારા મારા શાક પર ફીદા–ફીદા થઈ જશે. બધાયને હું કહીશ કે “આ શાક ભલે ભાવી ગયું હોય પણું થોડું-થોડું ખાજે !”
આવા વિચારમાં લીન નાગશ્રીને થયું, આટલી મહેનત કરીને શાક બનાવ્યું છે તે જરા ચાખી તે જેઉં. શું ચાખવા જાય ? જરાક રસવાળી આંગળી મેંમા જતા તો તમ્મર આવી જાય તેવું થવા માંડયું. નાગશ્રી સમજી ગઈ. આ ભયંકર કડવી ઝેરી તુંબડી આવી ગઈ છે ! હવે આ શાક જે ખાય તેને મંતને શરણ થવું પડે! છતાંય આટલી બધી મહેનત અને આવા ઊંચા દ્રવ્યથી બનાવેલા શાકને ફેંકી દેતા નાગશ્રીને જીવ ન ચાલ્યું ! તેણે શાક લઈને એક ખૂણામાં મૂકી દીધું. મહેમાન તથા પોતાના દીયરના તમામ પરિવારે ભેજન કરી લીધું. પેલી શાકની તપેલી એમની એમજ પડી રહી.
જમ્યા બાદ વાસણ સાફ થવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ “ધર્મલાભ ને વનિ સંભળાયે. એક મહામુનિ વહારવા પધાર્યા ! મહામુનિનું નામ હતું “ધમ રૂચિ તેઓ આચાર્યશ્રી ધમધષસૂરિ મહારાજના શિષ્ય હતા. આજે માસક્ષમણના પારણે પોતે જ પોતાના માટે આહારની ભિક્ષા લેવા નીકળ્યા હતા. નાગશ્રીએ જોયુ અત્યારે ઘરમાં કઈ નથી. ત્યાં જ તેને પેલું શાક યાદ આવ્યું. મનમાં બેલી ઊઠી...",
હાશ, એક પંથ દો કાજ” મારે આવા શાકને