________________
રહ્યું :
થઈ ગયા. તેમને લાગ્યું કે ચાલે, આટલે દૂરથી આવ્યું તો સારું થયું નહીં તો બિચારા આ લોકે લડી મરત. ઘણીવાર એવું બને છે કે કહેવાતા મધ્યસ્થ માણસો જ પક્ષ કારેના ઝઘડાનું મૂળ પહેલું કરીને ફેલાવી દેતા હોય છે. નારદજી તે ખુશ ખુશ થઈને આશીવાદ આપી અન્ય સ્થળે જવા રવાના થઈ ગયા. શ્રીકૃષ્ણજીને પણ લાગ્યું કે કે હવે પાંડેને સંપ તૂટે તેવું કઈ કારણ નથી. એટલે તે પણ ભીષ્મ, પાંડુ અને પાંડવોની રજા લઈને દ્વારિકા નગરીમાં પહોંચી ગયા.
હસ્તિનાપુરમાં પાંચેય પાંડ આનંદમાં હતા. આમેય પાંડે સંયમી મનવાળા હતા. તેમાં નારદજીએ નિયમ કરાવ્યું એટલે તે શાંતિ જ હતી, દ્રૌપદીનું પણ પવિત્ર શીલ હતું. કહેવાય છે કે તે જ્યારે પાંચમાંથી કેઈપણ એક પાંડવ સાથે રહેતી ત્યારે બીજા પાંડવ તરફ તેની જરાય વિષય ભાવના રહેતી નહીં. પાંચેયની સાથે સંગ કરતી હોવા છતાંય સંગવેળાએ પણ તે એક પતિવાળી સતી જેવી પવિત્ર હતી. આ બાજુ પાંડ પણ એવા પરસ્પર પ્રેમવાળા હતા કે તેમનામાં કઈ કલહ થતો નહીં. ઉપરથી તેઓના અદૂભુત સંપ અને શાંતિમય જીવને આખાય નગરજનમાં એક નવી જ છાપ ઉભી કરી હતી. મહારાજ પાંડુના ન્યાયના લોકે હવે મહેફાટ વખાણ કરવા માંડયા. ભાઈ, પાંડુ મહારાજાના છોકરાઓ પણ કેવા ડાહ્યા છે ! પાંચેય સાથે રહ્યા છે પણ છે કેઈ વિવાદ કે કજીયે? આકરાનેય કઈ વાતનું દુ:ખ નથી અને હજી સુધી પાંડવોએ કઈ બીજી સ્ત્રીની સાથે લગ્નને પણ વિચાર કર્યો નથી !
-
.