________________
૯૮
૪ શ્રી અર્જુનને વનવાસ નિર્ણય ગામનું એક પણ ઢોર ઓછું થાય તે અર્જુનને પોષાય તેમ ન હતું. પશુધન એ જ સાચું ધન છે, પશુધન વિનાના ધનપતિઓ ખરેખર પશુ સમાન છે. આ પવિત્ર પશુધનની સાથે હસ્તિનાપુરની શાનની પણ અજુને રક્ષા કરી છે. દડભાગ પૂરી થતાં અને પશુઓને પોતપોતાને ઠેકાણે રવાના કરતા સુધીમાં ઠીક ઠીક પ્રકાશ ભૂમિ પર પથરાઈ ગયે છે. અર્જુન પુનઃ પ્રસન્ન ચહેરે નગરના પ્રવેશ દ્વારે આવી ઉભા છે. ઉપકૃત થયેલા નગરજને અર્જુનને દ્વાર આગળ ઉભા રહેલા જોઈ અટકી જાય છે. નગરજને કહી રહ્યા છે-“પધારો........સ્વામિનાથ ! અમે તે આપના જેવા મહારાજાઓથી પરમ સુખી છીએ.” પણ અર્જુન જરાય ખસતા નથી. અર્જુન નગરજનોને કહે છે-“પ્રિય નગરજનો! હવે હું તો અહીંથી જ વિદાય લઈશ.તમે બધા અંદર જાવ અને મહારાજા યુધિષ્ઠિર, ભીષ્મપિતામહ, માતા કુંતી અને દ્રૌપદીને સમાચાર આપ કે અર્જુન હવે વનવાસમાં જઈ રહ્યા છે તે આપ અનુજ્ઞા આપે.”
નગરજને આ નવી જ જાહેરાતથી આશ્ચર્ય ચકિત થાય છે. અર્જુન નારદમુનિના નિયમની વાત કરે છે. બધા જ નગરજને કહે છે–“સ્વામી! આપ જરાય ચિંતા કરશો નહીં. અમે મહારાજ યુધિષ્ઠિરને હમણાં જ સમજાવી દઈશું. આપ ભલે યુધિષ્ઠિર અને દ્રૌપદી સૂતા હતાં ત્યાં ગયા હતા, પણ આપને નિયમ ભાંગ્ય નથી. આપને ભાવ અમને બચાવ. વાને હતો. આપને ભાવ અમારું રક્ષણ કરવાનો હતો.