________________
૩૬
આજને આ ઉમળકે અદ્ભુત છેતમે વનવાસ દરમ્યાન અમૂલ્ય અનુભવ મેળવશે ! આપને અનેક વિદ્યાની પ્રાપ્તિ થશે! ચારે બાજુ આપની કીતિ પ્રસરી જશે ! આપ અનેક પ્રકારની લક્ષ્મીના ભંડારથી ભરપૂર થઈ જશે. અને તે નાથ ! આપને એવી મહાન જાત્રાએ થશે કે આપ પાછા વળ્યા હશો ત્યારે હું આપના પવિત્ર દેહને આલિંગન આપીને ધન્ય કૃતાર્થ બની જઈશ! ...બસ, સ્વામિન્ ! આવી આપની સિદ્ધિ થવાની હોય ત્યાં મને આવ્યા વિના કેમ ચેન પડે? પણ હું જાણું છું, હું આપને જંગલમાં કઈ રીતે સહાયક નહીં થાઉં. મારા કારણે આપનો બેજ વધશે. માટે જ મેં મારી તીવ્ર તમના આપની સાથે આવવાની હોવા છતાંય મારી જાતને પરાણે પણ રોકી રાખી છે!” આટલું કહેતાં તે દ્રૌપદી પુનઃ ગળગળી થઈ ગઈ. પ્રસ્થાન આદરી રહેલ પતિદેવને અંતિમ આલિંગન આપી ધન્ય બની !
અજુન પણ દ્રૌપદીની વાતથી મુગ્ધ થયેલ છે. ચતુર દ્રૌપદીના નેહ-પાશને છોડીને જવું અજુન માટે પણ વસમું હતું. છતાંય આ બધા આત્માઓ ભેગવીર નહીં, પણ કર્મ વીર હતા. કર્મ–ફરજના ખાતર ત્યાગ કરવામાં તેમને કઈ ભાર લાગતો જ ન હતો !
અજુન એક મહાત્મા એક સંત પુરુષની અદાથી એકાકી તૈયાર થઈ ચૂકયા છે ! પુરજનેના હૃદયના ધબકારા અને અર્જુનના પગરવ સિવાય કશું જ સંભળાતું નથી. લોકો એકદમ શાંત થઈ ગયા છે. કુરુવંશના કર્તવ્યપંથી અર્જુ