________________
-૩૦૧ તૂટ છે એવું કહે છે કેણ? તું મારા શયનખંડમાં દ્રૌપદીને મળવા નહતું આવ્યું. તારો આશય કે ખરાબ ન હતે. ઉપરથી તેં મારી–પિતાની અને હસ્તિનાપુરની આબરૂ ટકી રહે તે માટે કાર્ય કર્યું છે. આવા પ્રજા રક્ષણના કાર્યને શિરપાવ આપવાનો હોય તે માટે શિક્ષા હોય જ નહીં. સહસાત્કારથી થયેલી કઈ ભૂલથી કદી નિયમ તૂટતે નથી. અને આ બધીય દલીલ હોવા છતાંય તું એમ માને છે કે મેં નિયમ તેડયે જ છે, તો હે બંધુ અજુન ! તેં તેડેલા નિયમનું પ્રાયશ્ચિત પણ થઈ ગયું છે. બધી ગાને બચાવી, નગરજનોના પશુધનનું રક્ષણ કર્યું એ જ તારી ભૂલનું પ્રાયશ્ચિત છે. ”
યુધિષ્ઠિર હજી પણ અર્જુનને સમજાવી રહ્યા છે. “બંધુ અર્જુન ! નારદમુનિના નિયમ પર એટલે તો વિચાર કર કે હું અને તું કદી પરાયા છીએ ખરા ! એક પાંડવ હોય ત્યારે બીજા પાંડવે આવવું નહીં એવી વાત તે હું અને તું જુદા હોઈએ ત્યારે બને. હે અર્જુન ! તારો અને મારે એક જ આત્મા છે તે નિયમ તૂટયે કેવી રીતે કહેવાય?”
અર્જુન વડીલેની વાતને ભાવપૂર્વક સાંભળે છે. પણ તેના ચહેરા પર તો વનમાં જવાની ઉતાવળ સિવાય અત્યારે બીજે કઈ ભાવ દેખાતો નથી. ભીમે પણ અર્જુનની આ મક્કમ દશા જોઈ કહ્યું-“ભાઈ અજુન ! આ તને શોભતું નથી તારા જેવાએ વળી જંગલમાં જવાનું ? જંગલમાં તો જાય તારે કઈ દુમન અને એવા કેઈને જંગલમાં જ જવું હોય તો આ ભીમ તેને જલદી પહોંચાડી દે તેમ છે.