________________
આવા શુદ્ધ ભાવથી તમે સહસા યુધિષ્ઠિરના શયનગૃહમાં ગયા તેથી કદી નિયમ તૂટે નહીં.”
અર્જુન–“પ્રિય નગરજને ! વ્હાલા બંધુઓ ! મારે શું કરવા યોગ્ય છે તે હું જાણું છું. તમે માત્ર મારા વડીલોને મારે અભિપ્રાય જણાવે.”
આ સ્વજનોની વિનવણી છોભીલા પડેલા નગરજને સત્વર દોડીને યુધિષ્ઠિરની પાસે પહોંચ્યા. પાંડુ-ભીષ્મપિતામહ અને કુંતીને પણ અજુનના વનવાસના સમાચાર મળ્યા. સહુ એકઠા થયા છે. સહુએ નક્કી કર્યું છે, અજુનને વનવાસમાં જવા જ ન દેવાય.. જાણે આજે આખું ગામ-નગર બહાર ઉમટયું છે. કુરુવંશના બધા વડીલેની હાજરી છે. સહુનું એક જ કહેવું છે, “અમે સમજાવીશું અને અર્જુનને વનમાં જતા રોકીશું.”
સહુ પ્રથમ પિતા પાંડુ આવ્યા છે. અર્જુનને હાથ પકડીને કહે છે-“બેટા ! તું અને જંગલ! ચાલ, ભૂલી જા એવી વાત. તું દાદે બને ને, ત્યારે તારા છોકરાઓના માથે જવાબદારી નાંખીને પછી જંગલમાં જજે. આ તે કંઈ તારી ઉંમર છે. જંગલમાં જવાની ? હજી અમારા જેવા જંગલમાં જવાનું વિચાર કરતા હોય તે કંઈક બરોબર કહેવાય. ચાલ....બેટા...ચાલ...આવું ન કરીએ” અને પાંડુનું ગળું ભરાઈ જાય છે. માતા કુંતીની આંખે તે આંસુના તોરણીયા બંધાઈ રહ્યા છે. ગળગળી બની ગયેલી માતા કહી રહી.