________________
- ૩૦૨ અર્જુન ભલે તારી ગમે તેટલી જંગલમાં જવાની ઈચ્છા હાય પણ મોટાભાઈએ હવે બધે ખુલાસો કરી દીધું છે. તેમને કોઈ પણ વાતને વાંધો નથી માટે તું મેટાભાઈની વાતને માનીને હવે જંગલમાં જવાનું માંડી વાળ.” સહદેવ અને નકુલ તે કહી રહ્યા છે-“અરે એ વડીલ બંધુ ! તમારી
ડે તે અમને કેટલો આનંદ આવે છે? તમે જંગલમાં જાઓ તે અમને બંનેને રમાડશે કેણ? તમે તે ધર્મરાજ યુધિષ્ઠિર અને ભીમ કરતાં પણ અમારા બે પર વધુ પ્રેમ રાખો છો. મહેરબાની કરી અને આપ હવે આ નિર્ણય છોડી દો.” અજુને બધાની વાત સાંભળી લીધી છે. પણ તે પિતાના નિર્ણયમાંથી એક તસુ પાછળ હઠવા તૈયાર નથી.
જ અર્જુનને સાત્વિક પ્રત્યુતર અર્જુનનું માતા-પિતાને કહેવું છે- વડીલે ! આપ મારી ચિંતા ન કરતા. આપની હાજરી અત્યારે મારું જેટલું કલ્યાણ કરશે તેથી વધુ વનમાં આપના આશીવાદ મારું કલ્યાણ કરવાના છે. ભાઈ યુધિષ્ઠિરને હું તેમના શયન ગૃહમાં ગયો તેને વાંધે હોય જ નહીં. હું અને ભાઈ એક જ છીએ. ભલે હું ચોરને બચાવવા ધનુષ્ય લેવાના ભાવથી તેમના શયનગૃહમાં ગયે. પણ મેં જે નિયમ ગ્રહણ કર્યો હતે તે તૂટે છે તે વાત નક્કી છે. એકવાર હું આવું નક્કી કરેલું ફેરવી નાંખીશ તો આ કુરુવંશમાં કોઇનેય વચનની કિંમત નહીં રહે. કુરુવંશીઓનું વચન એ કંઈ પાણી પરના લખેલા અક્ષર નથી, એ તો શિલાલેખ છે. બધાયનો ફેરફાર